SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫/દસ નામ- ગુણનિષ્પન્ન નામ ૨૫૯ | ઉત્તર– સંયોગનિષ્પન નામના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) દ્રવ્ય સંયોગ, (૨) ક્ષેત્ર સંયોગ, (૩) કાળ સંયોગ અને (૪) ભાવ સંયોગ. વિવેચન : આ સૂત્ર સંયોગ નિષ્પન્ન નામની પ્રરૂપણાની ભૂમિકારૂપ છે. દ્રવ્યાદિના સંયોગથી ઉત્પન્ન નામને સંયોગનામ કહે છે. સંયોગ એટલે બે પદાર્થનું પરસ્પર જોડાવું. સંયોગ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ ચાર અપેક્ષાએ થાય છે માટે સંયોગ નિષ્પન્ન નામના પણ ચાર પ્રકાર છે. દ્રવ્યસંયોગજ નામ :११ से किं तं दव्वसंजोगे ? दव्वसंजोगे तिविहे पण्णत्ते, तं जहा- सचित्ते अचित्ते मीसए । ભાવાર્થ :- પ્રશ્ન- દ્રવ્ય સંયોગ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- દ્રવ્ય સંયોગ નિષ્પન્ન નામ ત્રણ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) સચિત્ત દ્રવ્ય સંયોગ નિષ્પન્ન નામ, (૨) અચિત્ત દ્રવ્ય સંયોગ નિષ્પન્ન નામ (૩) મિશ્ર દ્રવ્ય સંયોગ નિષ્પન્ન નામ. १२ से किं तं सचित्ते ? सचित्ते- गोहिं गोमिए, महिसीहि माहिसिए, ऊरणीहिं ऊरणिए, उट्टीहिं उट्टीवाले । से तं सचित्ते । ભાવાર્થ :- પ્રશ્ન- સચિત્ત દ્રવ્ય સંયોગ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- સચિત્ત દ્રવ્ય સંયોગથી નિષ્પન્ન નામ આ પ્રમાણે છે–ગાયોના સંયોગથી ગોવાળ, ભેંસના સંયોગથી ભેંસવાન, ઘેટીના સંયોગથી ઘેટીમાન, ઊંટણીના સંયોગથી ઊષ્ટ્રીપાલ કહેવાય છે. આ ગોવાળ, મહિષમાન વગેરે નામ સચિત્તદ્રવ્ય સંયોગનિષ્પન્ન નામ છે. १३ से किं तं अचित्ते ? अचित्ते- छत्तेण छत्ती, दंडेण दंडी, पडेण पडी, घडेण घडी, कडेण कडी । से तं अचित्ते । ભાવાર્થ :- પ્રશ્ન- અચિત્તદ્રવ્યસંયોગ નિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- અચિત્ત દ્રવ્યના સંયોગથી નિષ્પન્ન નામ આ પ્રમાણે છે- છત્રના સંયોગથી (જેની પાસે છત્ર હોય તે) છત્રી, દંડના સંયોગથી (જેની પાસે દંડ હોય તે) દંડી, પટ–વસ્ત્રના સંયોગથી પટી, ઘટઘડાના સંયોગથી ઘટી અને કટના સંયોગથી કટી કહેવાય છે. |१४ से किं तं मीसए?
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy