________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભયું - યોદો, નાગેષ્ના – જણાય આવે છે, મહિનિય - મહિલાને યોગ્ય, પિવસળેખ પહેરવાથી સ્ત્રી ઓળખાય જાય છે, સિન્થેન = એક અનાજ કણ ચડી (સીજી)જવાથી, લોળપાનં દ્રોણ પરિમિત અનાજ ચડી ગયું છે (રંધાય ગયું છે) તેમ જણાય જાય છે, વિ - વિને, પ્રાક્ હાર્ = એક ગાથાથી(ઓળખી લેવાય છે.)
ભાવાર્થ :- પ્રશ્ન- અવયવ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે.
ઉત્તર- અવયવનિષ્પન્ન નામ આ પ્રમાણે છે–
શ્રૃંગી, શિખી, વિષાણી, ઇષ્ટ્રી, પક્ષી, ખુરી, નખી, વાલી, દ્વિપદ, ચતુષ્પદ, બહુપદ, લાંગૂલી, કેશરી, કકુદી તથા પરિકર બંધન—વિશિષ્ટ રચનાયુક્ત વસ્ત્ર પરિધાન કરનાર, કમર કસનાર યોદ્ધા નામથી ઓળખાય છે. વિશિષ્ટ પ્રકારના વસ્ત્ર પહેરનાર આ મહિલા છે, તેમ મહિલા નામથી ઓળખાય છે. દ્રોણ—હાંડીમાં એકકણ-એકદાણો ચડી ગયેલો જોઈ દ્રોણ પ્રમાણ અનાજ ચડી ગયું છે, તેમ જાણી શકાય છે. એક ગાથા સાંભળવાથી કવિની ઓળખાણ થઈ જાય છે અર્થાત્ એક ગાથા ઉપરથી 'આ કવિ છે' તેવું નામ જાહેર થઈ જાય છે. આ બધા અવયવ નિષ્પન્ન નામ કહેવાય છે.
વિવેચન :
કોઈપણ વ્યક્તિ કે વસ્તુના એકદેશરૂપ અવયવના આધારે તે વસ્તુ કે વ્યક્તિનું નામ નિશ્ચિત કરવામાં આવે તે અવયવ નિષ્પન્ન નામ કહેવાય છે. શીંગડા એ એક અવયવ છે. તે અવયવના આધારે તે પ્રાણીને શ્રૃંગી કહેવું, શિખારૂપ અવયવના સંબંધથી 'શિખી' નામથી ઓળખાય તો તે શિખી નામ અવયવ નિષ્પન્ન છે. વિષાણ અવયવના સંબંધથી વિષાણી, સિંહના કેશરાલ–રૂપ અવયવના આધારે સિંહ કેશરી તરીકે ઓળખાય છે. આ સર્વ અવયવ નિષ્પન્ન નામ છે.
૫૮
વસ્ત્ર
યોદ્ધા, મહિલા, દ્રોણપાક, કવિ વગેરે શબ્દોનો પ્રયોગ પરિકરબંધન વગેરે વિશિષ્ટ અવસ્થાને જોવા, સાંભળવાથી થાય છે. યોદ્ધારૂપી અવયવીના એકદેશ, અવયવરૂપ પરિકરબંધન વગેરે રહેલ છે માટે યોદ્ધો, સ્ત્રી વગેરે નામ પણ અવયવ નિષ્પન્ન જાણવા.
ગૌણનામ અને અવયવ નિષ્પન્ન નામ ભિન્ન-ભિન્ન છે. ગૌણ નામમાં ગુણની પ્રધાનતા છે, ગુણના આધારે નામ નક્કી થાય છે. જ્યારે અવયવ નિષ્પન્ન નામમાં અવયવની પ્રધાનતા છે. શરીરના અવયવ, અંગ, પ્રત્યંગના આધારે નામ નક્કી થાય છે.
સંયોગનિષ્પનનામ :
१० से किं तं संजोगेणं ? संजोगे चउव्विहे पण्णत्ते, तं जहा- दव्वसंजोगे खेत्तसंजोगे कालसंजोगे भावसंजोगे ।
।
ભાવાર્થ :- પ્રશ્ન- સંયોગ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ?