________________
રર
રિત્તી ! સેતેં પસવ્યે । ।
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
से किं तं अपसत्थे ? अपसत्थे कोहेणं कोही, माणेणं माणी, मायाए માથી, નોમેળ તોમી । તે તં અપક્ષત્યે । સે તું ભાવસંગોને । તે તેં સંનોમેળ |
।
ભાવાર્થ :- પ્રશ્ન- ભાવસંયોગનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ભાવ સંયોગના બે ભેદ છે. તે આ પ્રમાણે છે– પ્રશસ્ત ભાવ સંયોગ અને અપ્રશસ્તભાવ
સંયોગ.
પ્રશ્ન- પ્રશસ્તભાવ સંયોગનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- જ્ઞાન–દર્શન વગેરે પ્રશસ્ત-શુભ ભાવ છે. તેના સંયોગથી જે નામ નિષ્પન્ન થાય તે પ્રશસ્ત ભાવસંયોગજ નામ કહેવાય. જેમ જ્ઞાનના સંયોગથી જ્ઞાની, દર્શનના સંયોગથી દર્શની, ચારિત્રના સંયોગથી ચારિત્રી.
પ્રશ્ન- અપ્રશસ્ત ભાવસંયોગ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ક્રોધ, માન વગેરે અપ્રશસ્ત ભાવ છે. તેના સંયોગથી જે નામ નિષ્પન્ન થાય તે અપ્રશસ્ત ભાવસંયગોજ નિષ્પન્ન નામ કહેવાય. જેમકે ક્રોધના સંયોગથી ક્રોધી, માનના સંયોગથી માની, માયાના સંયોગથી માથી લોભના સંયોગ લોભી, આ અપ્રશસ્ત ભાવ સંયોગ નામના ઉદાહરણ છે. આ રીતે ભાવસંયોગ નામની તેમજ સંયોગ નિષ્પન્ન નામની વક્તવ્યનાપૂર્ણ થાય છે,
વિવેચન :
આ સૂત્રોમાં ભાવસંયોગ નિષ્પન્ન નામનું પ્રતિપાદન છે. વસ્તુના(દ્રવ્યના) ધર્મને ભાવ કહેવામાં આવે છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ અર્થાત્ વસ્તુના સ્વભાવને ભાવ કહી શકાય. અજીવમાં પોતાનો સ્વભાવ યથાવત્ રહે છે માટે તેમાં પ્રશસ્ત અપ્રશસ્ત એવા ભેદ નથી પણ સંસારી જીવમાં વિભાવભાવ પણ હોય છે. તેથી જ્ઞાન—દર્શન વગેરે જીવના સ્વાભાવિકગુણ શુભ અને પવિત્રતાના કારણરૂપ હોવાથી તે પ્રશસ્તભાવ અને વૈભાવિક ક્રોધાદિ ભાવો વિકારજનક અને પતનના કારણરૂપ હોવાથી અપ્રશસ્ત ભાવ કહેવાય છે. જ્ઞાનના સંયોગથી જ્ઞાની નામથી પ્રખ્યાત થાય તેને પ્રશસ્તભાવ સંયોગ નિષ્પન્ન નામ કહેવાય. તે જ રીતે કોઈ વ્યક્તિ તીવ્રક્રોધી હોય અને તે ક્રોધીરૂપે પ્રખ્યાતી પામે તો ક્રોધીનામ અપ્રશસ્ત ભાવસંયોગ નિષ્પન્ન નામ કહેવાય. અન્ય ઉદાહરણો પણ આ રીતે સમજી લેવા.
॥ પ્રકરણ-૧૫ સંપૂર્ણ ॥