________________
[ ર૫ર |
શ્રી અયોગવાર સૂત્ર
અગ્નિ, વહે તે પવન. આ ગુણનિષ્પન્ન નામ કહેવાય છે.
વિવેચન :
ગુણના આધારે જે નામ રાખવામાં આવે તે ગૌણનામ અથવા ગુણ નિષ્પન્નનામ કહેવાય છે. આ નામ યથાર્થ નામ છે. વ્યુત્પત્તિને અનુરૂપ નામ છે. ક્ષમણ–તપન વગેરે ગુણનિષ્પન્ન નામના ઉદાહરણ છે. ગુણરહિત નામ :| ३ से किं तं णोगोण्णे ?
णोगोण्णे- अकुंतो सकुंतो, अमुग्गो समुग्गो अमुद्दो समुद्दो, अलालं पलालं, अकुलिया सकुलिया, णो पलं असतीति पलासो, अमाइवाहए माइवाहए, अबीयवावए बीयवावए, णो इंदं गोवयतीति इंदगोवए । से तं णोगोण्णे । શબ્દાર્થ-અવતો = કુંત ભાલો ન હોવા છતાં, તો સકુન્ત, નમુનો નમુનો - મગ ધાન્ય ન હોવા છતાં, સમુદ્ગ, મમુદ્દો મુદ્દો = અમુદ્રને સમુદ્ર, સતા-પતાd = અલાલને પલાલ, અજુલિયા-સજુનિયા = અકુલિકાને સકુલિકા, પત્ત-માંસ, જો સતતિ =નખાવા છતાં, પતાસો = પલાસ કહેવું, સમારંવાદ કાવાદા= માતાને વહન ન કરવા છતાં માતૃવાહક કહેવું, ગલીયવાવણ જીવવાવા = બીજ ન વાવનારને 'બીજ વાપકો, ફ = ઈન્દ્રની, નો નવયતતિ = ગાયનું પાલન ન કરવા છતાં, વળવા ઈન્દ્રગોપ કહેવું. ભાવાર્થ :- પ્રશ્ન- નાગૌણનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- વ્યુત્પત્તિપરક ગુણ રહિત, વાચ્યાર્થ રહિત નામને નોગૌણનામ કહે છે. તેના ઉદાહરણ આ પ્રમાણે જાણવા- કુન્ત શસ્ત્ર વિશેષ–ભાલાને કહે છે. તે ન હોવા છતાં પક્ષીને સકુન્ત' કહેવું. મુગ એટલે મગ, તેનાથી રહિત હોવા છતાં ડબ્બીને સમુદ્ગ કહેવું. મુદ્રા એટલે વીંટી તેનાથી સહિતને સમુદ્ર કહેવાય પણ મુદ્ર રહિતને સમુદ્ર કહેવું. લાલ એટલે લાળ, તેનાથી રહિત એવા એક પ્રકારના ઘાસને 'પલાલ' કહેવું. કુલિકા એટલે દિવાલ, દિવાલ રહિત એવી પક્ષિણીને 'સલિકા' કહેવું. પલ એટલે માંસ, અશ્રાતિ એટલે ખાવું, માંસ ન ખાવા છતાં વૃક્ષ વિશેષને પલાશ' કહેવું. અમાતૃવાહક–માતાને ખંભાપર વહન ન કરવા છતાં બેઈદ્રિય જીવ વિશેષને માતૃવાહક કહેવું.
અબીજવાપક–બીજનું વપન, વાવેતર ન કરવા છતાં જીવ વિશેષને બીજવાપક કહેવું. ઈદ્રની ગાયનું પાલન ન કરવા છતાં કીડા વિશેષને ઈન્દ્રગોપ કહેવું. આ નોગૌણનામનું સ્વરૂપ છે.
વિવેચન :
જે નામ ગુણ, ધર્મ, સ્વભાવ, વ્યુત્પત્તિની અપેક્ષા રાખ્યા વિના માત્ર લોકરૂઢિથી નિષ્પન્ન થાય છે.