________________
૨૪૬ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
= અશુચિ, મન = મળથી, બરિય = ભરેલું નિરૂર = જેમાંથી અશુચિ વહી રહી છે, સમાવ= સ્વભાવથી, યુધિ- દુર્ગધયુક્ત, વાજં = સર્વકાળમાં, = ધન્ય છે, શરીરલિ = શરીર કલિ-અપવિત્રતા (ગંદકી)નું મૂળ છે, વમન = ઘણામળથી, જુસ = કલુષિત, ભરેલું, વિમુવંતિ = છોડી દે છે તે. ભાવાર્થ :- અશુચિ, મૃતશરીર તથા લાળ વગેરેથી વ્યાપ્ત ધૃણિત શરીરાદિ તેમજ દુદર્શનીય પદાર્થોને વારંવાર જોવા રૂપ અભ્યાસથી અથવા તેની ગંધથી બીભત્સ રસ ઉત્પન્ન થાય છે. નિર્વેદ અને અવિહિંસા તેના લક્ષણો છે.
બીભત્સરસનું ઉદાહરણ–અપવિત્ર મળથી ભરેલું, અશુચિ વહેવડાતા છિદ્રોથી વ્યાખ, દુર્ગધયુક્ત આ શરીર ગંદકી–અપવિત્રતાનું મૂળ છે. તેવું જાણી જે વ્યક્તિ તેની મૂર્છાને ત્યાગે છે તે ધન્ય છે. વિવેચન :
સૂત્રકારે બીભત્સ રસનું વર્ણન કરી ઉદાહરણરૂપે શરીરનો ઉલ્લેખ કર્યો છે. શરીરમાં રહેલા લોહી, માંસ, પરુ, ચરબી આ સર્વથી વધુ ધૃણિત બી બીભત્સરસના લક્ષણ કહ્યા છે. નિર્વેદ અર્થાત્ ઉદ્વેગ, મનમાં ગ્લાનિભાવ થાય, સંકલ્પ-વિકલ્પ ઉત્પન્ન થાય અને શરીરની અસારતા જાણે તે નિર્વેદ અને તેથી હિંસાદિ પાપોને ત્યાગે તે અવિહિંસા. આ શરીર ઉદ્વેગકારી, હોવાથી કોઈ ભાગ્યશાળી જ તેના મમત્વને ત્યાગી, વિરત થઈ આત્મરમણ કરે છે.
હુમત નુi-રીર વલિ – ઘણા મલથી યુક્ત, અશુચિના ભંડાર, આ શરીરની અવસ્થા-દશાને જાણીને નિતિ -જે આ શરીરના મોહને છોડી, તપ સંયમમાં લીન થઈ જાય, તે ધન્ય છે. આ ઉદાહરણમાં અશુચિભાવના દ્વારા બીભત્સરસનું વર્ણન કર્યું છે. હાસ્યરસ :
વ-વ-વેસ-ભાલા, વિવરીયવિવારનુષ્યો
हासो मणप्पहासो, पकासलिंगो रसो होति ॥७६॥ हासो रसो जहा
पासुत्तमसीमंडिय, पडिबुद्धं देयरं पलोयंती ।
ही जह थणभरकपण, पणमियमज्झा हसइ सामा ॥७७॥ શબ્દાર્થ વિનવણT = વિડંબનાથી, સમુપળો = હાસ્યરસ ઉત્પન્ન થાય છે, રાતો મળખાતો = હાસ્યરસ, મનનેહર્ષિત કરે છે,
પ તિ = પ્રકાશ-મોટુ, નેત્ર વગેરે વિકસિત થાય તે તેના લિંગ-લક્ષણ છે. સુત્ત સૂતેલા, સૂઈને, મરી-મસ-કાજલ-રેખાથી), મંદિર મંડિત, યર દિયરને, પત્તોપંતી