________________
[ ર૩૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
हवइ पुण सत्तमी तं, इमम्मि आधार काल भावे य ।
आमंतणी भवे अट्ठमी, उ जह हे जुवाण त्ति ॥६२॥से तं अट्ठणामे । શબ્દાર્થ - ભ = કહો, સુસુ = કરો, ફ = આને, ત = તેને, તફ વરનિ ય = તૃતીયા કરણમાં કરાય છે, તેઝ-મા = તેના દ્વારા, મારા દ્વારા, મણિયે = કહેવાયેલ, વરચું = કરાયેલ, લિ = હિંદિ! નમો = નમ:, સાહિણિ = સ્વાહા(અર્થમાં), પત્તો-અવય= અહીંથી આને દૂર કરો, રૂતો જિદ્દ = અહીંથી આને (આનાથી) લઈ લો, ત્તિ = તે રીતે, માયાળે = અપાદાન-દૂર કરવાના અર્થમાં, સાયન્સ = હાથીની, તલ્સ = તેની, મસ્ત = આની (વસ્તુ) છે, તાનિ વધે = સ્વામી સંબંધમાં. તે = તે (ફળાદિ), રૂકગ્નિ = આમાં(કંડ વગેરેમાં) છે.
ભાવાર્થ :- (૧) નિર્દેશમાં પ્રથમ વિભક્તિ, જેમકે– તે, આ, હું (૨) ઉપદેશમાં દ્વિતિયા વિભક્તિ જેમકે– તેમને કહો, આને કહો. (૩) કરણમાં તૃતીયા વિભક્તિ જેમકે– મારા વડે કહેવાયેલ, તેના દ્વારા કહેવાયેલ, મારા કે તેના દ્વારા કરાયેલ, (૪) સંપ્રદાન તથા નમસ્વાહા અર્થમાં ચતુર્થી વિભક્તિ જેમકે– 'નો વિના જિનને નમસ્કાર 'અનવે સ્વાદ' વિપ્રાય માં વાત – બ્રાહ્મણને ગાય આપે છે. (૫) અપાદાનમાં પંચમી વિભક્તિ જેમકે આને અહીંથી દૂર કરો, આને અહીંથી લઈ લો. (૬) સ્વામી સંબંધમાં ષષ્ઠી વિભક્તિ જેમકે તેની અથવા આની આ વસ્તુ છે. (૭) આધાર કાલ ભાવમાં સપ્તમી વિભક્તિ જેમકે તે ફલાદિ આમાં છે. (૮) સંબોધન આમંત્રણમાં અષ્ટમી વિભક્તિ જેમકે- હે યુવાન ! આ આઠ વિભક્તિનું સ્વરૂપ છે. આ રીતે આઠ નામ પ્રરૂપણા પૂર્ણ થાય છે.
વિવેચન :
આ સૂત્ર દ્વારા સૂત્રકારે વચન વિભક્તિનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. જે કહેવાય તે વચન અને તે વચનોના કર્તા કર્મરૂપ અર્થ જેના દ્વારા પ્રગટ થાય તે વિભક્તિ. વચનપદોની વિભક્તિ તે વચન વિભક્તિ કહેવાય છે. જેમકે લક્ષ્મણે રામને ફળ આપ્યું. લક્ષ્મણ–રામ અને ફળ વચન છે. 'એ' અને 'ને' વિભક્તિ છે. વચનને વિભક્તિ લાગવાથી લક્ષ્મણ કર્તા, ફળ કર્મ અને રામ સંપ્રદાન છે, તેમ જાણી શકાય છે. આ સૂત્રમાં નામ તથા સર્વનામને લાગતી વિભક્તિનું કથન છે. ક્રિયાપદની વિભક્તિનું કથન નથી. તે આઠ વિભક્તિનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે
(૧) પ્રથમા વિભક્તિ-કર્તા કારક – જે નામ કે સર્વનામ કર્તા અર્થમાં પ્રયુક્ત થાય, તેને માટે પ્રથમ વિભક્તિનો પ્રયોગ કરાય છે. ગુજરાતીમાં પ્રથમા વિભક્તિમાં ક્યારેક 'એ' પ્રત્યય લાગે છે તો ક્યારેક પ્રત્યય લાગતો નથી. જેમકે રામે ફળ ખાધું. અહીં રામ કર્યા છે તેને 'એ' પ્રત્યય લાગ્યો છે. 'રામ જાય છે' આ વાક્યમાં કર્તા રામને કોઈ પ્રત્યય લાગ્યો નથી. સંક્ષેપમાં કર્તા કારકનો પ્રત્યય 'એ' છે.
(૨) દ્વિતીયાવિભમિ-કર્મકારક - જેના પર ક્રિયાનું ફળ લાગુ પડે અથવા ક્રિયામાં પ્રવર્તિત કરાવવાની ઈચ્છા ઉત્પન્ન કરવા ઉપદેશ આપે અને ઉપદેશ અર્થમાં દ્વિતીયા વિભક્તિનો પ્રયોગ થાય છે. જેમકે રામે