________________
પ્રકરણ ૧૧/છ નામ - છ ભાવ
]
[ ૨૨૧]
ભાવમાં ઈદ્રિયો, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી પાંચમો ભંગ બને. ૫
વિવેચન :
આ બે સૂત્રોમાં સૂત્રકારે પાંચ ભાવમાંથી ચાર-ચાર ભાવને ભેગા કરવાથી બનતા ચતુઃસંયોગી સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ તથા તેના પાંચ અંગોને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કર્યા છે. પાંચ ભાવોને ક્રમથી સ્થાપી ચાર–ચારનો સંયોગ આ પ્રમાણે કરવો.
(૧) ૧. ૨. ૩.૪ (૨) ૧. ૨. ૩. ૫ (૩) ૧. ૨.૪. ૫ (૪) ૧. ૩. ૪. ૫ (૫) ૨. ૩. ૪. ૫
સર્વ જીવમાં પારિણામિક ભાવ હોય જ છે માટે જે ભંગમાં પારિણામિક ભાવ ન હોય તેવો પ્રથમ ભંગ શૂન્ય છે. ક્ષાયોપથમિક ભાવજન્ય ઈદ્રિયાદિ સર્વ સંસારી જીવને હોય જ છે. બીજા ભંગમાં તે ન હોવાથી બીજો ભંગ શુન્ય છે. પાંચમા ભંગમાં ઔદયિક ભાવ નથી. સર્વ સંસારી જીવને ઔદયિક ભાવ હોય જ માટે તે શુન્ય છે. સિદ્ધમાં તો માત્ર બે જ ભાવ હોય ક્ષાયિક અને પરિણામિક માટે ત્યાં ચતુઃસંયોગી ભંગ ઘટિત થઈ શકતા નથી.
ત્રીજો અને ચોથો ભંગ ચારેગતિના જીવમાં સમકિત પ્રાપ્તિની અવસ્થામાં ઘટિત થાય છે. મનુષ્યનારક વગેરે ગતિ–ઉદય ભાવથી હોય. કોઈ નારકાદિને ઉપશમ સમકિત હોય તો કોઈને ક્ષાયિક સમક્તિ હોય. તેથી સમકિત ઓપશમિકભાવે અથવા ક્ષાયિકભાવે હોય. ઈદ્રિય વગેરે ક્ષયોપશમભાવે અને જીવત્વ પારિણામિક ભાવે હોય. નરકાદિ ચારે ગતિમાં જે જીવને ક્ષાયિક સમકિત હોય તે અપેક્ષાએ ચોથો ભંગ અને જે જીવોને ઔપથમિક સમ્યકત્વ હોય તે અપેક્ષાએ તૃતીય ભંગ ઘટિત થાય છે.
પંચસંચોગી સાન્નિપાતિકભાવ :१४ तत्थ णं जे से एक्के पंचसंजोगे से णं इमे अस्थि णामे उदइए उवसमिए खइए खओवसमिए पारिणामियणिप्फण्णे ॥१॥ ભાવાર્થ :- પંચસંયોગજ સાન્નિપાતિક ભાવનો એક ભંગ થાય છે, તે આ પ્રમાણે થાય છે. ઔદયિકઔપથમિક-ક્ષાયિકક્ષાયોપથમિક-પારિણામિક નિષ્પન્ન. |१५ कयरे से णामे उदइए उवसमिए खइए खओवसमिए पारिणामियणिप्फण्णे ? उदए त्ति मणूसे उवसंता कसाया खइयं सम्मत्तं खओवसमियाइं इंदियाइं पारिणामिए जीवे, एस णं से णामे उदइए उवसमिए खइए खओवसमिए पारिणामिय-णिप्फण्णे । से तं सण्णिवाइए । से तं छण्णामे ।
ભાવાર્થ :- પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔદયિક–ઔપશમિક–ક્ષાયિક–ક્ષાયોપથમિક–પારિણામિક'