________________
પ્રકરણ ૧૧/છ નામ – છ ભાવ
૨૧૭
कयरे से णामे उवसमिए खओवसमिए पारिणामियणिप्फण्णे ? उवसंता कसाया खओवसमियाइं इंदियाइं पारिणामिए जीवे, एस णं से णामे उवसमिए खओवसमिए पारिणामियणिप्फण्णे ॥ ९॥
कयरे से णामे खइए खओवसमिए पारिणामियणिप्फण्णे ? खइयं सम्मत्तं खओवसमियाइं इंदियाइं पारिणामिए जीवे, एस णं से णामे खइए खओवसमिए पारिणामियणिप्फण्णे ॥ १०॥
ભાવાર્થ :- પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔદયિક-ઔપશમિક–ક્ષાયિક' નામનો પ્રથમ ભંગ બને ?
ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કાય તથા ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ ગ્રહણ કરવાથી પ્રથમ ભંગ બને છે.
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔયિક-ઔપમિક–ક્ષાયોપશમિક' નામનો બીજો ભંગ બને ? ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયોપશમિક ભાવમાં ઈદ્રિયો ગ્રહણ કરવાથી બીજો ભંગ બને છે. રા
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔયિક-ઔપશમિક-પારિણામિક' નામનો ત્રીજો ભંગ બને છે ? ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય અને પારિણામિક ભાવમાં જીવત્વનું ગ્રહણ કરવાથી ત્રીજો ભંગ બને. ૫ડ્યા
પ્રશ્ન– શું ગ્રહણ કરવાથી 'ઔદયિક–ક્ષાયિક–ક્ષાયોપમિક' નામનો ચોથો ભંગ બને ?
ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ક્ષાયિક ભાવમાં—ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયોપશમિક ભાવમાં ઈંદ્રિય ગ્રહણ કરવાથી ચોથો ભંગ બને. ૫૪૫
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔદયિક–ક્ષાયિક-પારિણામિક' નામનો પાંચમો ભંગ બને ?
ઉત્તર– ઔદિયક ભાવમાં મનુષ્યગતિ, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી પાંચમો ભંગ બને. ાપા
પ્રશ્ન– શું ગ્રહણ કરવાથી 'ઔયિકક્ષાયોપમિક-પારિણામિક' નામનો છઠ્ઠો ભંગ બને ? ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ક્ષાયોપશમિક ભાવમાં ઈદ્રિય, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી છઠ્ઠો ભંગ બને. ા
પ્રશ્ન– શું ગ્રહણ કરવાથી 'ઔપશમિકક્ષાયિક—ક્ષાયોપશમિક' નામનો સાતમો ભંગ બને ?