________________
પ્રકરણ ૧૧/છ નામ- છ ભાવ
૨૧૫ |
૧૩.
૧.૫
યથા– ૧.૨ પ્રથમ ભંગ
છઠ્ઠો ભંગ બીજો ભંગ
સાતમો ભંગ ૧.૪ ત્રીજો ભંગ
૩.૪
આઠમો ભંગ ચોથો ભંગ
નવમો ભંગ ૨.૩ પાંચમોભંગ
૪.૫
દશમો ભંગ સૂત્રકારે આ દસ ભેગોને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કર્યા છે. તેમાં ઔદયિક ભાવમાં ઉદાહરણરૂપે મનુષ્યગતિ લીધી છે કારણ કે ગતિનામ કર્મના ઉદયથી મનુષ્યગતિ પ્રાપ્ત થાય છે. ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં અનંતાનુબંધી કષાય અને દર્શન મોહનીયના ક્ષયથી પ્રાપ્ત ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયોપથમિક ભાવમાં ઈદ્રિયો, જ્ઞાનાવરણીય દર્શનાવરણીયના ક્ષયોપશમથી ભાવેન્દ્રિયની પ્રાપ્તિ થાય છે. પારિણામિક ભાવમાં જીવત્વનું ગ્રહણ કર્યું છે. જીવત્વ જીવનો સ્વભાવ છે અને તે અનાદિ પારિણામિક ભાવ છે. પાંચ ભાવોના ઉદાહરણરૂપે આ નામો ગ્રહણ કર્યા છે તે પણ ઉપલક્ષણરૂપ છે. આ ભાવોમાં જે જે કર્મ પ્રકૃતિઓનો ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ, જ્યાં જે ઘટિત થતાં હોય ત્યાં તે ગ્રહણ કરી શકાય.
દ્રિકસંયોગી સાન્નિપાતિક ભાવના દસ ભંગમાંથી 'ક્ષાયિક–પારિણામિક' નામનો નવમો ભંગ જ સિદ્ધ ભગવાનની અપેક્ષાએ ઘટિત થાય છે. શેષ નવ ભંગ શૂન્ય છે. પ્રરૂપણા માત્ર છે. સિદ્ધ ભગવાનમાં આઠ કર્મના ક્ષયના કારણે ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક સમ્યકત્વ ક્ષયિકચારિત્ર વગેરે ક્ષાયિક ભાવ છે અને જીવત્વરૂપ પારિણામિક ભાવ છે. સંસારી જીવોમાં ઓછામાં ઓછા ત્રણ ભાવ હોય. માટે દ્વિક સંયોગી ભંગ સંસારી જીવોમાં હોતા નથી. ત્રિકસંયોગી દશ સાન્નિપાતિક ભાવ :| १० तत्थ णं जे ते दस तिगसंजोगा ते णं इमे- अत्थि णामे उदइए उवसमिए खयणिप्फण्णे, अत्थि णामे उदइए उवसमिए खओवसमणिप्फण्णे, अत्थि णामे उदइए उवसमिए पारिणामियणिप्फण्णे, अत्थि णामे उदइए खइए खओवसमणिप्फण्णे, अत्थि णामे उदइए खइए पारिणामियणिप्फण्णे, अत्थि णामे उदइए खओवसमिए पारिणामियणिप्फण्णे ।
अत्थि णामे उवसमिए खइए खओवसमणिप्फण्णे, अत्थि णामे उवसमिए खइए पारिणामियणिप्फण्णे, अत्थि णामे उवसमिए खओवसमिए पारिणामियणिप्फण्णे । अत्थि णामे खइए खओवसमिए पारिणामियणिप्फण्णे । ભાવાર્થ :- તેમાં જે દસ ત્રિસંયોગી ભંગ છે, તે આ પ્રમાણે છે