________________
| ૨૧૪ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔપશમિક–ક્ષાયિક નામનો પાંચમો ભંગ બને?
ઉત્તર- ઔપશમિક ભાવમાં પથમિક કષાય અને ક્ષાયિક ભાવમાં ક્ષાયિકસમ્યકત્વ ગ્રહણ કરવાથી પાંચમો ભંગ બને છે. પા.
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔપશમિક–ક્ષાયોપથમિક' નામનો છઠ્ઠો ભંગ બને?
ઉત્તર- પશમિક ભાવમાં ઉપશાંત કષાય અને ક્ષાયોપથમિક ભાવમાં ઈદ્રિયો ગ્રહણ કરવાથી છઠ્ઠો ભંગ બને છે. liા.
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔપશમિક–પારિણામિક નામનો સાતમો ભંગ બને ?
ઉત્તર- પશમિક ભાવમાં ઉપશાંત કષાય અને પરિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી સાતમો ભંગ બને છે. IIણા
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ક્ષાયિક–ક્ષાયોપથમિક નામનો આઠમો ભંગ બને?
ઉત્તર- ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યકત્વ અને ક્ષાયોપથમિક ભાવમાં ઈદ્રિયો ગ્રહણ કરવાથી આઠમો ભંગ બને છે. all
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ક્ષાયિક-પારિણામિક' નામનો નવમો ભંગ બને ?
ઉત્તર- ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ અને પરિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી નવમો ભંગ બને છે. લા.
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ક્ષાયોપથમિક-પારિણામિક' નામનો દસમો ભંગ બને ?
ઉત્તર– ક્ષાયોપથમિક ભાવમાં ઈદ્રિય અને પરિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી દસમો ભંગ બને છે. ૧oll
વિવેચન :
આ સૂત્રમાં બ્રિકસંયોગજ સાન્નિપાતિક ભાવના દસ ભંગ કહ્યા છે. તે ભંગ બનાવવા પાંચે ભાવોને ક્રમથી સ્થાપિત કરવા. પેલો અને બીજો ભાવ ભેગો કરતા પ્રથમ ભંગ થાય, પેલો અને ત્રીજો ભાવ ભેગો કરતા બીજો ભંગ થાય, પેલો અને ચોથો ભાવ ભેગો કરતાં ત્રીજો ભંગ થાય. એ રીતે પ્રથમ ઔદયિક ભાવ સાથે ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક અને પરિણામિક ભાવને ક્રમથી જોડતા ચાર ભંગ થાય, ત્યાર પછી બીજો ભાવ પથમિક સાથે ક્ષાયિક, ક્ષાયોપથમિક અને પારિણામિકને ક્રમથી જોડતા ત્રણ ભંગ થાય, ક્ષાયિક ભાવ સાથે ક્ષાયોપથમિક અને પારિણામિકને ક્રમથી જોડતા બે ભંગ થાય અને ક્ષાયોપથમિક સાથે પારિણામિકને જોડતા એક ભંગ થાય, આ રીતે દ્વિક સંયોગી સાત્રિપાતિક ભાવના દસ ભંગ થાય છે.