________________
૨૧૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
દિશામાં અગ્નિ જેવું દેખાવું, ડાવાયા = ઉલ્કાપાત, આકાશમાંથી પડતા તેજપુંજ, = ગર્જના, મેઘગર્જના, વિન્ગ = વિજળી, પિયા = નિર્ધાત- વિજળીનું પડવું, કૂવા = ચૂપકશુક્લપક્ષના પ્રથમ ત્રણ દિવસનો ચંદ્ર, ગજલ્લાલિત્તા = યક્ષાદિપ્ત, આકાશમાં પિશાચના આકારવાળી અગ્નિ દેખાય તે, ધૂપિયા = ધૂમિકા–ધૂમાડા જેવી આકાશમાં દેખાતી ધૂમ્મસ, મદિયા = મહિકાજલકણવાળી ધૂમ્મસ-ઝાકળ, યુવાનો = રજોદ્યાત–આકાશમાં ધૂળ ઊડે તે, વંવરા'IT =ચંદ્રગ્રહણ, સૂરોવર = સૂર્યગ્રહણ, પરિવેલ = ચંદ્રપરિવેશ, ચંદ્રની ચારેબાજુ પુલનું મંડળ, સૂરપરિવેલ = સૂર્યપરિવેશ, વંદા, કસૂરવા = પ્રતિચંદ્ર, પ્રતિસૂર્ય, ઉત્પાતને સૂચવતા બીજા ચંદ્ર-સૂર્યનું દેખાવું, રૂંધy = મેઘ ધનુષ્ય, ૩૬ મિચ્છ= મેઘધનુષ્યના ટુકડા, વિલિય= કપિઉસિતા- આકાશમાં સંભળાતી કર્ણક ધ્વનિ, અમોલ = અમોઘ, ઉદય-અસ્ત સમયે સૂર્યના કિરણ દ્વારા ઉત્પન્ન રેખા વિશેષ. ભાવાર્થ :- પ્રશ્ન- પારિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પરિણામિક ભાવના બે ભેદ છે, તે આ પ્રમાણે છે– (૧) સાદિપારિણામિક (૨) અનાદિ પારિણામિક.
પ્રશ્ન- સાદિ પારિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સાદિ પારિણામિક ભાવના અનેક પ્રકાર છે. તે આ પ્રમાણે છે– જૂનો દારૂ, જૂનો ગોળ, જૂનું ઘી, જૂના ચોખા, વાદળા, અભ્રવૃક્ષ, સંધ્યા, ગંધર્વનગર, ઉલ્કાપાત, દિગ્દાહ, મેઘગર્જના, વિજળી, નિર્ધાત, યૂપક, યક્ષાદિપ્ત, ધૂમિકા, મહિકા, રજોદ્ઘાત, ચંદ્ર-સૂર્ય ગ્રહણ, ચંદ્ર-સૂર્ય પરિવેષ, પ્રતિચંદ્રપ્રતિસૂર્ય, મેઘધનુષ્ય, મેઘધનુષ્યના ટુકડા, કપિઉસિત, અમોઘ, ક્ષેત્ર, વર્ષધર પર્વત, ગામ, નગર, ઘર, પર્વત, પાતાળકળશ, ભવન, નરક, રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, તમસ્તમપ્રભા, સૌધર્મ, ઈશાનથી લઈ આનત, પ્રાણત, આરણ-અર્ચ્યુત દેવલોકો, રૈવેયક, અનુત્તરોપપાતિકદેવ વિમાન, ઈષ~ાગભારા પૃથ્વી, પરમાણુપુલ, દ્ધિપ્રદેશી ઢંધથી લઈ અનંત પ્રદેશીસ્કંધ. આ સર્વે સાદિપારિણામિક ભાવરૂપે છે.
પ્રશ્ન- અનાદિ પારિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પગલાસ્તિકાય, અદ્ધાસમય, લોક, અલોક, ભવસિદ્ધિક, અભવસિદ્ધિક. તે અનાદિ પારિણામિક ભાવરૂપે છે. તે પારિણામિકભાવ છે.
વિવેચન :
આ સૂત્ર દ્વારા સૂત્રકારે પારિણામિક ભાવનું નિરૂપણ કર્યું છે. મૂળ સ્વભાવને કાયમ રાખીને પૂર્વઅવસ્થાનો નાશ અને ઉત્તરાવસ્થાની પ્રાપ્તિરૂપ પરિણમન દ્રવ્યમાં થયા જ કરે છે. તેને પરિણામિક ભાવ કહે છે.