________________
પ્રકરણ ૧૧/છ નામ - છ ભાવ
.
૨૧૧]
સ્વરૂપમાં સ્થિત રહીને દ્રવ્યની પર્યાયનું ઉત્પન્ન અને નષ્ટ થવું તે પરિણામ કહેવાય છે. પરિણામ અથવા પરિણામથી નિષ્પન્ન થાય તે પરિણામિક કહેવાય છે. આ પરિણામિક ભાવના સાદિ પારિણામિક અને અનાદિ પારિણામિક એવા બે ભેદ છે.
દારૂ, ગોળ, ઘી, ચોખાની અવસ્થા નવા જૂના થવા રૂપે બદલાય છે. નવીનતારૂપ પર્યાય નાશ પામે ત્યારે જ જીર્ણતારૂપ પર્યાય ઉત્પન્ન થાય છે. નવી-જૂની પર્યાય ઉત્પન્ન થાય છે માટે તે પરિણામ આદિ સહિત છે. 'જૂનું તેવિશેષણ ઉપલક્ષણ માત્ર છે. નવું કે જૂનું પર્યાયસૂચક કોઈપણ વિશેષણ ઉદાહરણરૂપે લઈ શકાય. મેઘ-સંધ્યા–ઉલ્કાપાત વગેરે અવસ્થા પણ ઉત્પન્ન થતી અને થોડા સમયમાં નાશ પામતી જણાય છે માટે તે આદિ પરિણામરૂપે છે. ભરત વગેરે ક્ષેત્ર, વર્ષધરો, વિમાન વગેરેને સાદિપરિણામરૂપે ગ્રહણ કરેલ છે કારણ કે તે પુગલદ્રવ્યના બનેલ છે અને પુદ્ગલ દ્રવ્ય પરિણમનશીલ છે. આકારથી અવસ્થિત રહેતા હોવાથી ભરતાદિ ક્ષેત્ર વગેરે શાશ્વત છે પરંતુ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ પછી તે પુલોનું અવશ્ય પરિણમન થાય છે. તે પુગલોની જગ્યાએ તે જ આકારમાં અન્ય પુદગલો જોડાય જાય છે. આ રીતે આકારની અપેક્ષાએ શાશ્વત હોવા છતાં ભરત વગેરે સાદિ પરિણામરૂપ છે.
ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય, લોક, અલોક, ભવ્યત્વ, અભવ્યત્વ વગેરે સ્વભાવથી જ અનાદિકાળથી તે–તે રૂપમાં પરિણત છે માટે તે અનાદિ પરિણામ કહેવાય છે.
સાનિપાતિકભાવ :| ७ से किं तं सण्णिवाइए ?
सण्णिवाइए- एतेसिं चेव उदइय-उवसमिय-खइय-खओवसमियपारिणा- मियाणं भावाणं दुयसंजोएणं तियसंजोएणं चउक्कसंजोएणं पंचगसंजोएणं जे णिप्फज्जति सव्वे से सण्णिवाइए णामे । तत्थ णं दस दुगसंजोगा, दस तिगसंजोगा, पंच चउक्कसंजोगा, एक्के पंचगसंजोगे । ભાવાર્થ :- પ્રશ્ન- સાન્નિપાતિકભાવનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક અને પારિણામિક. આ પાંચ ભાવોમાંથી બેના સંયોગથી, ત્રણના સંયોગથી, ચારના અને પાંચના સંયોગથી જે ભાવનિષ્પન્ન થાય છે, તે સાન્નિપાતિક ભાવનામ છે. તેમાં ક્રિકસંયોગજ દસ, ત્રિકસંયોગજ દસ, ચતુઃસંયોગજ પાંચ અને પંચસંયોગજ એક ભાવ છે. આ સર્વ મળી છવ્વીસ સાન્નિપાતિક ભાવ છે. વિવેચન :
આ સૂત્રમાં સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ તથા તેના ભેદોની સંખ્યાનું સંક્ષિપ્ત વર્ણન છે. ઔદયિક