________________
[ ૨૦૮ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભોગ, ઉપભોગ, વીર્યલબ્ધિ. ક્ષાયોપથમિકી પંડિતવીર્ય, બાલવીર્ય, બાલપંડિતવીર્યલબ્ધિ. ક્ષાયોપથમિકી શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિયલબ્ધિ.
ક્ષાયોપથમિક આચારાંગધારી, સૂત્રકૃતાં.ધારી, સ્થાનાંગધારી, સમવાયાંગધારી, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિધારી યાવતુ વિપાકસૂત્રધારી, દષ્ટિવાદધારી, નવપૂર્વધારી, દસ, અગિયાર, બાર, તેર, ચૌદપૂર્વધારી,
ક્ષાયોપથમિક ગણી, ક્ષાયોપથમિક વાચક. આ ક્ષયોપશમનિષ્પન્ન ક્ષાયોપથમિક ભાવનું સ્વરૂપ છે. ક્ષાયોપથમિક ભાવની વક્તવ્યતા પૂર્ણ થઈ,
વિવેચન :
આઠ કર્મમાંથી ચાર ઘાતિકર્મની પ્રકૃતિઓનો ક્ષયોપશમ થઈ શકે છે, ચાર અઘાતિ કર્મોનો ક્ષયોપશમ થતો નથી. જે કર્મમાં સર્વઘાતિ અને દેશઘાતિ બંને પ્રકારના સ્પર્ધકો(અંશો) હોય તે કર્મનો જ ક્ષયોપશમ થાય. અઘાતિકર્મોમાં આ બે વિકલ્પ જ નથી માટે તેનો ક્ષયોપશમ નથી. ઘાતિકર્મોમાં પણ હાસ્યાદિ નવ નોકષાયમાં માત્ર દેશઘાતિ સ્પર્ધકો છે, કેવળજ્ઞાનાવરણ વગેરે પ્રકૃતિઓમાં માત્ર સર્વઘાતિ
સ્પર્ધકો જ છે, તેથી તેનો ક્ષયોપશમ ન થાય. બંને પ્રકારના સ્પર્ધકો હોય તેવા મતિજ્ઞાનાવરણાદિ પ્રકૃતિઓનો ક્ષયોપશમ સંભવે છે. કયા કર્મના ક્ષયોપશમથી કયો ભાવ પ્રગટ થાય છે તેનો ચાર્ટ.
લયોપશમ નિષ્પન્નભાવ
પ્રથમના ચાર જ્ઞાન ત્રણ અજ્ઞાન પ્રથમના ત્રણ દર્શન સમ્યગ્દર્શનાદિ ત્રણ
કયા કર્મનો ક્ષયોપશમ તત્ તત્ જ્ઞાનાવરણ તત્ તત્ જ્ઞાનાવરણ દર્શનાવરણીય દર્શન મોહનીય
ચાર ચારિત્ર, ચારિત્રાચારિત્ર
દાનાદિ પાંચ ત્રણ વીર્ય પાંચ ઈદ્રિયલબ્ધિ (ભાવેદ્રિયાપેક્ષા)
અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણ, કષાય ચતુષ્ક. તત્ તત્ અંતરાય વિયંતરાય મતિ–શ્રુતજ્ઞાનાવરણ, ચક્ષુ–મંચક્ષુ
દશર્નનાવરણ શ્રુતજ્ઞાનાવરણ શ્રુતજ્ઞાનાવરણ
બાર અંગધારણ ગણિ, વાચકલબ્ધિ
અહીં અભાવરૂપ ત્રણ અજ્ઞાન લેવાના નથી. જાણપણાના અભાવરૂપ અજ્ઞાન ઔદયિક ભાવમાં સમાવિષ્ટ થાય છે. ક્ષયોપશમભાવગત ત્રણ અજ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. મિથ્યાત્વના ઉદયે તે વિપરીત બોધ રૂપ છે, પણ જે બોધ છે, તે જ્ઞાનાવરણના ક્ષયોપશમથી જ થાય છે.