________________
[ ૨૦૬ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
આઠે કર્મ અને તેની ઉત્તર પ્રવૃતિઓનો ક્ષય થયો છે. તે સૂચવવા પ્રત્યેક ઉત્તર પ્રકૃતિ સાથે 'ક્ષણ' વિશેષણ લગાવી, ક્ષીણ આભિનિબોધિક જ્ઞાનાવરણ વગેરે પ્રયોગ કર્યા છે. પ્રત્યેક કર્મમાં ઉત્તર પ્રવૃતિઓનો ક્ષય દર્શાવી (૧) અનુ કે અ ઉપસર્ગ, નિર ઉપસર્ગ અને ક્ષીણ વિશેષણ દ્વારા ત્રણ-ત્રણ શબ્દનો પ્રયોગ છે. અનાવર બિરાવરને હીનાવાર – જ્ઞાનાવરણ–દર્શનાવરણકર્મમાં 'અનાવરણ, નિરાવરણ તથા ક્ષીણાવરણ' અંતરાય કર્મમાં અનંતરાય, નિરંતરાય, ક્ષીણાંતરાય આ ત્રણ શબ્દ પ્રયોગ છે. તેમાં વર્તમાનમાં આવરણ–અંતરાય નથી તે સૂચવવા અનાવરણ અને અનંતરાય પ્રયોગ છે. ભવિષ્યમાં તે કર્મની સંભાવના નથી તે સૂચવવા નિરાવરણ અને નિરંતરાય પ્રયોગ છે અને તે કર્મની સત્તા જ નથી તે સૂચવવા ક્ષીણાવરણ અને ક્ષીણાંતરાય પ્રયોગ છે. અગાઉ, , વીણ૩ :- આયુષ્યમાં 'અનુ' આદિ ઉપસર્ગ દ્વારા અનાયુષ્ક, નિરાયુષ્ક, ક્ષીણાયુષ્ક પ્રયોગ છે. અનાયુષ્ક અર્થાત્ આયુષ્યનો ક્ષય થઈ ગયો છે. તદ્ભવ આયુષ્યનો જ ક્ષય થયો છે, તેવો અર્થ કોઈ ન કરે તે માટે નિરાયુષ્ક કહ્યું અને ચૌદમાં ગુણસ્થાનકે કિંચિત્માત્ર આયુષ્ય શેષ હોય તેવી નિરાયુષ્કતા ગ્રહણ થઈ ન જાય માટે ક્ષીણાયુષ્ક કહ્યું. તે નિઃશેષ આયુ ક્ષમતાને સૂચવે છે.
વેલ, જિગ્નેય અનોદે ળનો - શેષ કર્મોમાં 'અ' અને નિરુ ઉપસર્ગ સહિત શબ્દ પ્રયોગ છે. જેમકે અવેદન, નિર્વેદન, ક્ષીણવેદન, અમોહ, નિર્મોહ, ક્ષીણમોહ વગેરે. તેમાં અવેદન અમોહ એટલે વેદનીય રહિત, મોહ રહિત તેવો અર્થ થાય છે. 'અ' ઉપસર્ગ નો 'અલ્પ' એવો અર્થ પણ થાય છે તેથી "અલ્પવેદન' એવો અર્થ કોઈન કરે તે માટે નિર્વેદન, નિર્મોહ વગેરે કહ્યું અને આ નિર્વેદન, નિર્મોહ અવસ્થા કાલાન્તર સ્થાયી છે તે સુચવવા ક્ષીણવેદન, ક્ષીણમોહ વગેરે પ્રયોગ કરેલ છે. આ રીતે સર્વ કર્મોમાં આ ત્રણે શબ્દો ભિન્નાર્થ દ્યોતક છે. રિકે યુદ્ધ કરે - ક્ષયનિષ્પન્ન ક્ષાયિકભાવના નામની ગણનાના અંતે આઠે કર્મોનો ક્ષયથી નિષ્પન્ન પદોની સાર્થકતા આ પ્રમાણે છે. સિદ્ધ–સમસ્ત પ્રયોજન સિદ્ધ થઈ ગયા તે સિદ્ધ, બુદ્ધ–બોધિસ્વરૂપ પ્રાપ્ત કરી લેવાથી બુદ્ધ અથવા જ્ઞાન સ્વરૂપ થઈ ગયા તે બુદ્ધ, મુક્ત–બાહ્ય આવ્યેતર બંધનથી મુક્ત થઈ જવાથી મુક્ત, પરિનિવૃત–સર્વપ્રકારે શીતલીભૂત થઈ જવાથી પરિનિવૃત, અંતકૃત-સંસારનો અંત કરનાર હોવાથી અંતકૃત, સર્વ દુઃખ પ્રહણ-શારીરિક, માનસિક સમસ્ત દુઃખોનો આત્મત્તિક ક્ષય થઈ જવાથી સર્વ દુઃખપ્રહણ કહેવાય છે. ક્ષાયોપથમિકભાવ :| ५ से किं तं खओवसमिए ? खओवसमिए दुविहे पण्णत्ते, तं जहाखओवसमे य खओवसमणिप्फण्णे य ।
से किं खओवसमे ? खओवसमे चउण्हं घाइकम्माणं खओवसमेणं, तं जहा- णाणावरणिज्जस्स, दसणावरणिज्जस्स, मोहणिज्जस्स, अंतराइयस्स । से