________________
પ્રકરણ ૧૧/છ નામ - છ ભાવ
,
| ૨૦૫ |
દર્શનધર, અહંતુ, જિન, કેવળી, ક્ષીણ આભિનિબોધિકજ્ઞાનાવરણ, ક્ષીણશ્રુતજ્ઞાનાવરણ, ક્ષીણઅવધિજ્ઞાનાવરણ, ક્ષીણમન:પર્યવજ્ઞાનાવરણ, ક્ષીણકેવળજ્ઞાનાવરણ, અનાવરણ, નિરાવરણ, ક્ષીણાવરણ, જ્ઞાનાવરણીયકર્મ વિપ્રમુક્ત. ll ll
કેવળદર્શી, સર્વદર્શી, ક્ષીણનિદ્ર, ક્ષીણનિદ્રાનિદ્ર, ક્ષીણપ્રચલ, ક્ષીણપ્રચલાપ્રચલ, ક્ષીણત્યાનગૃદ્ધ, ક્ષીણચક્ષદર્શનાવરણ, ક્ષીણઅચક્ષુદર્શનાવરણ, ક્ષીણઅવધિદર્શનાવરણ, ક્ષીણકેવળદર્શનાવરણ, અનાવરણ, નિરાવરણ, ક્ષીણાવરણ, દર્શનાવરણીયકર્મ વિપ્રમુક્ત. રા.
ક્ષીણશાતાવેદનીય, ક્ષીણઅશાતાવેદનીય, અવેદન, નિર્વેદન, ક્ષીણવેદન, શુભાશુભવેદનીયકર્મ વિપ્રમુક્ત. llll.
ક્ષીણક્રોધ યાવત ક્ષીણ લોભ, ક્ષીણરાગ, ક્ષીણદ્વૈષ, ક્ષીણદર્શનમોહનીય, ક્ષીણચારિત્રમોહનીય, અમોહ, નિર્મોહક્ષણમોહ, મોહનીયકર્મ વિપ્રમુક્ત. જા
ક્ષીણનરકાયુષ્ક, ક્ષીણતિર્યંચાયુષ્ક, ક્ષણમનુષ્પાયુષ્ક, ક્ષીણદેવાયુષ્ક, અનાયુષ્ક, નિરાયુષ્ક, ક્ષીણાયુષ્ક, આયુકર્મ વિપ્રમુક્ત. //પા.
ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન, સંઘાત, સંહનન, અનેક શરીર વૃંદ સંઘાત વિપ્રમુક્ત, ક્ષીણ શુભનામ, ક્ષીણ અશુભનામ, અનામ, નિર્નામ, ક્ષીણનામ, શુભાશુભ નામકર્મ વિપ્રમુક્ત. Iટ્ટા
ક્ષીણઉચ્ચગોત્ર, ક્ષીણનીચગોત્ર, અગોત્ર, નિર્ગોત્ર, ફણગોત્ર, શુભાશુભ ગોત્રકર્મ વિપ્રમુક્ત. Hill
ક્ષીણદાનાંતરાય, ક્ષીણલાભાંતરાય, ક્ષીણભોગાંતરાય, ક્ષીણઉપભોગાંતરાય, ક્ષીણવીર્યંતરાય, અનન્તરાય, નિરન્તરાય, ક્ષીણાન્તરાય, અંતરાયકર્મ વિપ્રમુક્ત. ટી.
સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત, અંતકૃત, સર્વદુ:ખ પ્રહણ. આ ક્ષયનિષ્પન્ન ક્ષાયિકભાવનું સ્વરૂપ જાણવું. આ રીતે ક્ષાયિક ભાવની વક્તવ્યતા પૂર્ણ થઈ.
વિવેચન :
આ સૂત્રમાં સૂત્રકારે ક્ષાયિકભાવનું પ્રરૂપણ કર્યું છે. આઠે કર્મોનો, સર્વ ઉત્તર ભેદ સહિત સર્વથા ક્ષય થાય ત્યારે ક્ષાયિકભાવ પ્રગટ થાય છે. ક્ષયનિષ્પન્ન ક્ષાયિકભાવમાં જે નામ બતાવ્યા છે તે કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ આત્માની સ્વાભાવિક અવસ્થાના નામ છે. આ બધા નામ ભાવનિક્ષેપરૂપ જ છે.
ક્ષયનિષ્પન્ન ક્ષાયિક ભાવમાં જે નામ બતાવ્યા છે તે બધા જ નિષ્કર્મા આત્માના ધોતક છે. તેમાં પ્રથમ જે ઉત્પન્ન જ્ઞાન-દર્શનધારક, અહંત, જિન, કેવળી વગેરે નામ બતાવ્યા છે તે ઘાતિકર્મ સર્વથા ક્ષય પામે ત્યારે આત્માને જે નામોથી સંબોધિત કરાય છે તે છે.