________________
२०२
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
કરનાર છે તે સર્વના ઉદયે જીવને જે ભાવ પ્રાપ્ત થાય છે તે પણ ઔયિક ભાવરૂપ જ છે.
(૨) અજીવોદયનિષ્પન્ન ઔદયિક ભાવ :- જે ભાવ-પર્યાય શરીરના માધ્યમથી કે અજીવના માધ્યમથી પ્રગટ થાય છે, તે અજીવોદય નિષ્પન્ન ઔદયિક ભાવ કહેવાય છે. નારકત્વ આદિની જેમ ઔદારિક શરીર પણ જીવને જ હોય છે પરંતુ ઔદારિક શરીર નામકર્મનો વિપાક મુખ્યતયા શરીરરૂપ પરિણત પુદ્ગલોના માધ્યમથી જીવને પ્રાપ્ત થાય છે. તેથી પુદ્ગલવિપાકી પ્રકૃતિઓના ઉદયને અજીવોદય નિષ્પન્ન ઔદયિકભાવમાં ગણના કરી છે.
અજીવોદય નિષ્પન્ન ઔયિકભાવમાં પાંચ શરીર તથા તે શરીરના વ્યાપારથી ગ્રહણ કરાતા અને તે તે રૂપે પરિણમિત થતા દ્રવ્યોનું પણ ગ્રહણ કરેલ છે. જેમકે ભાષા, શ્વાસોશ્વાસ, મન યોગ્ય પુદ્ગલો શરીર દ્વારા જ ગ્રહણ કરાય છે. તે સર્વ પર્યાયોને અજીવોદય નિષ્પન્ન ઔદયિકભાવમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. પાંચ શરીર અને પાંચે શરીરના પ્રયોગ–વ્યાપારથી ગ્રહણ થતાં પુદ્ગલ દ્રવ્ય, એમ દસ ભેદ અને પાંચે શરીર દ્વારા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પરિણમિત કરાય છે. તેનો સમાવેશ તેમાં કરતાં અજીવોદય નિષ્પન્ન ઔદયિક ભાવના ચૌદ ભેદ જાણવા જોઈએ.
ઔપશમિકભાવ :
३ से किं तं उवसमिए ? उवसमिए दुविहे पण्णत्ते, तं जहा- उवसमे य, उवसमणिप्फण्णे य, ।
से किं तं उवसमे ? उवसमे मोहणिज्जस्स कम्मस्स उवसमेणं । से तं उसमे |
से किं तं उवसमणिप्फण्णे ? उवसमणिप्फण्णे अणेगविहे पण्णत्ते, तं जहा- उवसंतकोहे जाव उवसंतलोभे, उवसंतपेज्जे, उवसंतदोसे, उवसंत दंसण मोहणिज्जे, उवसंतचरित्तमोहणिज्जे, उवसंतमोहणिज्जे, उवसमिया सम्मत्तलद्धी, उवसमिया चरित्तलद्धी, उवसंतकसायछउमत्थवीयरागे । से तं उवसमणिप्फण्णे । सेतं उवसमिए ।
ભાવાર્થ :- પ્રશ્ન– ઔપશમિક ભાવનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ઔપશમિક ભાવ બે પ્રકારના છે. તે આ પ્રમાણે છે– (૧) ઉપશમ (૨) ઉપશમનિષ્પન્ન. પ્રશ્ન ઉપશમ–ઔપશમિક ભાવનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– મોહનીય કર્મના ઉપશમથી જે ભાવ થાય તે ઉપશમ–ઔપમિક ભાવ છે.
પ્રશ્ન– ઉપશમનિષ્પન્ન ઔપશમિકભાવનું સ્વરૂપ કેવું છે ?