________________
પ્રકરણ ૧૧/છ નામ - છ ભાવ
.
[ ૨૦૧]
ઔદયિક ભાવના બે પ્રકાર છે. ઉદય અને ઉદયનિષ્પન્ન ઔદયિકભાવ. ઉદયમાં માત્ર સામાન્ય કથન છે કે આઠ કર્મના ઉદયથી જે ભાવ-પર્યાય પ્રાપ્ત થાય તે ઉદય ભાવ છે અને જુદાજુદા કર્મના ઉદયથી જીવને શું–શું પ્રાપ્ત થાય છે તે વિશેષ કથન ઉદય નિષ્પન્ન ઔદયિક ભાવ છે.
ઉદય નિષ્પન્ન ઔદયિક ભાવના બે પ્રકાર છે. (૧) જીવ ઉદયનિષ્પન્ન (૨) અજીવ ઉદયનિષ્પન્ન. (૧) જીવ ઉદય નિષ્પન્ન ઔદયિકભાવ -
કર્મના ઉદયથી થતી જે અવસ્થાઓ જીવને સાક્ષાતુ પ્રભાવિત કરે અર્થાતુ અન્ય કોઈ માધ્યમ વિના જીવને સીધા જે કર્મ ફળનો અનુભવ થાય તે જીવ નિષ્પન્ન ઔદયિકભાવ કહેવાય છે. જીવોદય નિષ્પન્ન ઔદયિકભાવમાં ચારગતિ, છ કાય, ત્રણવેદ વગેરેની ગણના કરી છે. તેમાં પ્રાયઃ જીવવિપાકી પ્રકૃતિનો સમાવેશ થયો છે. કયા કર્મના ઉદયે તે ભાવ પ્રાપ્ત થાય છે તેનો ચાર્ટ આ પ્રમાણે છે. જીવોદય નિષ્પન્ન ઔદયિકભાવ
કયા કર્મના ઉદયે પ્રાપ્ત થાય છે ?
ચાર ગતિ છે કાય ચાર કષાય ત્રણ વેદ છ વેશ્યા મિથ્યાદષ્ટિ અવિરત અજ્ઞાન આહારક છદ્મસ્થ સયોગી સંસારીપણું અસિદ્ધત્વ
ગતિનામ કર્મના ઉદયે. સ્થાવર નામકર્મ અને ત્રસનામકર્મના ઉદયે. કષાય ચારિત્ર મોહનીયકર્મના ઉદયે. વેદ નોષાય ચારિત્ર મોહનીય કર્મના ઉદયે. કષાય મોહનીય અને શરીરનામ કર્મના ઉદયે. મિથ્યાત્વ દર્શન મોહનીય કર્મના ઉદયે. અપ્રત્યાખ્યાનાવરણ ચારિત્ર મોહનીય કર્મના ઉદયે. જ્ઞાનાવરણીય કર્મના ઉદયે. શરીર નામકર્મ ઉદયે. ચાર ઘાતિ કર્મના ઉદયે. શરીર નામકર્મના ઉદયે. આઠ કર્મના ઉદયે. આઠ કર્મના ઉદયે.
લેશ્યા કોઈ કર્મના ઉદયના સીધા પરિપાકરૂપે નથી પરંતુ કષાયથી અનુરંજિત યોગની પ્રવૃત્તિને લેશ્યા કહેવામાં આવે છે અને યોગએ શરીરનામકર્મના ઉદયનું ફળ છે, તેથી તેની જીવોદયનિષ્પન્ન ઔદયિક ભાવમાં ગણના કરી છે. તે જ રીતે આહારકત્વ પણ કોઈ કર્મના સીધા પરિપાક રૂપે નથી પરંતુ શરીર અને પર્યાપ્તિ યોગ્ય પગલોના ગ્રહણને આહાર કહેવામાં આવે છે. કાયયોગ દ્વારા જ પુદ્ગલોનું ગ્રહણ થાય છે અને યોગ તે શરીર નામકર્મના ફળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે માટે આહારકપણાને જીવોદય નિષ્પન્ન
ઔદયિક ભાવમાં ગ્રહણ કરેલ છે. સૂત્રમાં જીવોદયનિષ્પન્ન ઔદયિકભાવમાં ગતિ વગેરે થોડા નામોનો ઉલ્લેખ છે તે ઉપલક્ષણ માત્ર છે. નિદ્રા, નિદ્રા-નિદ્રા વગેરે જે પ્રકૃતિઓ જીવના સ્વાભાવિક ગુણોની ઘાત