________________
૨૦૦ |
શ્રી અયોગવાર સૂત્ર
ઉદયથી થનાર ભાવ.
ભાવાર્થ - પ્રશ્ન- ઔદયિક ભાવનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ઔદયિક ભાવના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે– ઉદય અને ઉદયનિષ્પન્ન, પ્રશ્ન- ઉદય-ઔદયિક ભાવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મનો ઉદય તે ઉદય ઔદાયિકભાવ છે. પ્રશ્ન- ઉદયનિષ્પન્ન ઔદયિકભાવનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ઉદય નિષ્પન્ન ઔદયિક ભાવના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– જીવઉદય નિષ્પન્ન અને અજીવ ઉદયનિષ્પન્ન.
પ્રશ્ન- જીવ ઉદયનિષ્પન્ન ઔદયિકભાવનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર–જીવ ઉદયનિષ્પન્ન ઔદયિક ભાવના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવ, પૃથ્વીકાયિકથી વનસ્પતિકાયિક સુધી, ત્રસકાયિક, ક્રોધ કષાયથી લોભકષાયી સુધી, સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી, કૃષ્ણલેશ્યી, નીલલેથી, કાપોતલેશ્ય, તેજલેથી, પવૅલેથી, શુક્લલશ્કી, મિથ્યાષ્ટિ, અવિરત, અજ્ઞાની, આહારક, છદ્મસ્થ, સંયોગી, સંસારી, અસિદ્ધ.
પ્રશ્ન- અજીવ ઉદયનિષ્પન્ન ઔદયિકભાવનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અજીવ ઉદયનિષ્પન્ન ઔદયિકભાવના ચૌદ પ્રકાર છે. તે આ પ્રમાણે- (૧) ઔદારિક શરીર, (૨) ઔદારિક શરીરના વ્યાપારથી પરિણમિત દ્રવ્ય, (૩) વૈક્રિયશરીર, (૪) વૈક્રિય શરીરના વ્યાપારથી પરિણમિત દ્રવ્ય, (૫) આહારક શરીર, (૬) આહારક શરીરના વ્યાપારથી પરિણમિત દ્રવ્ય, (૭) તૈજસ શરીર, (૮) તૈજસ શરીરના વ્યાપારથી પરિણમિત દ્રવ્ય, (૯) કાર્પણ શરીર, (૧૦) કાર્પણ શરીરના વ્યાપારથી પરિણમિત દ્રવ્ય. (૧૧) પાંચે શરીરના વ્યાપારથી પરિણમિત દ્રવ્યના વર્ણ, (૧૨) ગંધ, (૧૩) રસ (૧૪) સ્પર્શ. વિવેચન :
આ સૂત્રમાં સૂત્રકારે ઔદયિકભાવનું નિરૂપણ કર્યું છે. જ્ઞાનાવરણાદિ આઠ કર્મોનો ઉદય અને ઉદયથી પ્રાપ્ત થનારા ભાવ-પર્યાયો–અવસ્થાઓને ઔદયિકભાવ કહેવામાં આવે છે. કર્મોદય અને તે કર્મોદયથી ઉત્પન્ન થતી પર્યાયો વચ્ચે પરસ્પર કાર્ય-કારણ ભાવ રહેલો છે. કર્મોના ઉદયથી તે તે પર્યાયો -અવસ્થાઓ ઉત્પન્ન થાય છે માટે કર્મોદય કારણ છે અને પર્યાય કાર્ય છે. તે તે અવસ્થાઓ થાય ત્યારે વિપાકોન્મુખી (ઉદય સમ્મુખ થયેલા) અન્ય કર્મોનો ઉદય થાય છે. તેથી પર્યાય કારણ બને છે અને કર્મોદય કાર્ય બને છે. ઉદય નિષ્પન્ન કારણભૂત કર્મોદયથી જે અવસ્થાઓ ઉત્પન્ન થાય છે તે ઔદયિકભાવ કહેવાય છે.