________________
પ્રકરણ ૧૧/છ નામ - છ ભાવ
,
૨૦૩ |
ઉત્તર- ઉપશમનિષ્પન્ન ઔપથમિકભાવના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– ઉપશાંત ક્રોધાદિ ચાર કષાય, ઉપશાંત રાગ, ઉપશાંત દ્વેષ, ઉપશાંત દર્શન મોહનીય, ઉપશાંત ચારિત્ર મોહનીય, ઉપશાંત મોહનીય, ઔપથમિક સમ્યકત્વલબ્ધિ, પથમિક ચારિત્ર લબ્ધિ, ઉપશાંત કષાય છદ્મસ્થ વીતરાગ. આ સર્વ ઉપશાંત નિષ્પન્ન ઔપથમિક ભાવમાં સમાવિષ્ટ થાય છે. આ પ્રમાણે ઔપથમિક ભાવનું સ્વરૂપ જાણવું.
વિવેચન :
સૂત્રકારે આ સૂત્ર દ્વારા ઔપશમિક ભાવનું સ્વરૂપ બતાવ્યું છે. આઠ કર્મોમાંથી માત્ર મોહનીય કર્મને જ ઉપશાંત કરી શકાય. ફટકડી નાંખવાથી જેમ પાણીમાં રહેલ ડોળ નીચે બેસી જાય છે અને પાણી નિર્મળ દેખાય છે, તેમ મોહનીય કર્મને અંતર્મુહૂર્ત સુધી ઉદયમાં ન આવે તેવું બનાવી શકાય છે. તે સમયે સત્તામાં તો કર્મ રહેલા હોય છે. કર્મની આવી ઉપશમ અવસ્થા અંતર્મુહૂર્ત પર્યત જ રહે છે.
મોહનીય કર્મના મુખ્ય બે ભેદ છે. (૧) દર્શન મોહનીય અને (૨) ચારિત્ર મોહનીય. આ બંને પ્રકૃતિના ઉપશમથી જીવને ક્રમશઃ ઔપશમિક સમ્યકત્વલબ્ધિ અને ઔપથમિકચારિત્રલબ્ધિ પ્રાપ્ત થાય છે. દર્શન મોહનીયના ત્રણ પ્રભેદ અને ચારિત્ર મોહનીયમાં કષાય ચારિત્ર મોહનીયના ક્રોધ, માન, માયા અને લોભના સોળ તથા નોકષાય ચારિત્ર મોહનીયના નવ પ્રભેદ કુલ ૨૫ ભેદ ચારિત્ર મોહનીયના છે. સૂત્રગત ઔપશમિક નિષ્પન્નના અનેક ભેદ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓના ઉપશમની અપેક્ષાએ સમજવા.
અગિયારમા ગુણસ્થાનકમાં મોહનીયકર્મ સંપૂર્ણ ઉપશાંત થઈ જાય છે. મોહનીય કર્મની એક પણ પ્રકૃતિ ઉદયમાં ન રહેવાના કારણે જીવ વીતરાગતાનો અનુભવ કરે છે. શેષ ઘાતિ કર્મો ઉદયમાં હોવાથી છદ્મસ્થ કહેવાય છે. અગિયારમા ગુણસ્થાનકની આ પ્રકારની સ્થિતિવાળા જીવને 'ઉપશાંત કષાય છઘસ્થ વીતરાગ' કહેવાય છે.
ક્ષાવિકભાવ :४ से किं तं खइए ? खइए दुविहे पण्णत्ते, तं जहा-खए य, खयणिफण्णे य।
से किं तं खए ? खए अट्ठण्हं कम्मपगडीणं खएणं । से तं खए । से किं तं खयणिप्फण्णे?
खयणिप्फण्णे अणेगविहे पण्णत्ते, तं जहा- उप्पण्णणाणदसणधरे-अरहा जिणे केवली, खीणआभिणिबोहियणाणावरणे खीणसुयणाणावरणे खीणओहिणा- णावरणे खीणमणपज्जवणाणावरणे खीणकेवलणाणावरणे अणावरणे णिरावरणे खीणावरणे णाणावरणिज्ज कम्मविप्पमुक्के ॥१॥