________________
પ્રકરણ ૧૦/એક થી પાંચ નામ
[ ૧૯૧]
સ્નિગ્ધ, રુક્ષ સ્પર્શની પર્યાયોની વક્તવ્યતા સમજવી. વિવેચન :
પર્યાય એટલે અવસ્થા, તે ઉત્પન્ન અને નાશના સ્વભાવવાળી હોય છે. દ્રવ્ય અને ગુણ બંનેની પર્યાયો હોય છે. આ સૂત્રમાં સૂત્રકારે પુદ્ગલ દ્રવ્યના ગુણોની પર્યાયના ઉદાહરણથી પર્યાયનું સ્વરૂપ દર્શાવ્યું છે. પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ છે, તેથી તેના ગુણો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પણ મૂર્ત અને ઈદ્રિય ગ્રાહ્ય છે. તે ગુણોની અવસ્થા પણ કાયમ એક સરખી રહેતી નથી. તે પર્યાયો બદલાયા કરે છે. જેમ કોઈ સફેદ વસ્ત્ર હોય તેની આજે સફેદાઈ હોય તે સફેદાઈમાં થોડા દિવસમાં ફેર પડી જાય છે. પાકતી કેરીમાં પ્રતિદિન મીઠાસ વધતી અનુભવાય છે. ગુલાબની ઉઘડતી કળી કરતાં વિકસિત ગુલાબમાં સુગંધ તીવ્ર બને છે અને વળી તે સુગંધ મંદ થતી પણ અનુભવાય છે. વર્ણાદિની પલટાતી પર્યાયને લક્ષ્યમાં લઈ, તે પર્યાયના પરિવર્તનને સૂચવવા સૂત્રકાર ગુણ અથવા અંશ શબ્દનો પ્રયોગ કરે છે. એક ગુણ કે એક અંશ શ્વેતતા. "એક ગુણ કાળું" આવા શબ્દ પ્રયોગમાં ગુણનો અર્થ અંશ થાય છે. એક ગુણ–એક અંશ કાળું, બે ગુણ કાળું, સખ્યાત ગુણકાળું અસંખ્યાતગુણ કાળું ભાવતુ અનંતગુણ કાળું. પ્રત્યેક વર્ણ, પ્રત્યેક ગંધ, પ્રત્યેક રસ અને પ્રત્યેક સ્પર્શમાં એક અંશથી અનંત અંશ સુધીની પર્યાયો જોવા મળે છે. વર્ષાદિના અંશોની વધઘટ થાય તે પર્યાય કહેવાય છે.
પુગલ દ્રવ્યમાં પરમાણુ અને અંધ એવા બે વિભાગ છે. દ્રવ્યનો નિર્વિભાગ અંશ, સ્કંધસમુદાયથી છૂટો હોય તો તે પરમાણુ કહેવાય અને તે નિર્વિભાગ અંશ(પરમાણુઓ) અન્ય પરમાણુ કે સ્કંધ સાથે જોડાયેલ હોય તો તે અંધ કહેવાય છે. પ્રત્યેક પરમાણુમાં કોઈ એક વર્ણ, એક ગંધ, એક રસ અને શીત–ઉષ્ણ, સ્નિગ્ધ–રુક્ષ આ બે જોડકામાંથી એક–એક અર્થાત્ બે સ્પર્શ, એમ પાંચ ગુણ હોય છે. સ્કંધમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ, એમ વીસ ગુણ હોય છે. તે સર્વ ગુણોની પર્યાય પલટાતી રહે છે. કોઈ પરમાણુમાં સર્વ જઘન્ય-એક અંશ કાળો વર્ણ હોય તે બે અંશ કૃષ્ણવર્ણવાળું બને ત્યારે એક અંશ કૃષ્ણવર્ણવાળી પર્યાય નાશ પામે અને બે અંશવર્ણવાળી પર્યાય ઉત્પન્ન થાય છે. આવી અનંત પર્યાય એક–એક ગુણની છે.
ધર્માસ્તિકાય વગેરે અમૂર્ત દ્રવ્યમાં પણ ગતિ હેતુત્વ, સ્થિતિ હેતુત્વ વગેરે અનંતગુણો રહેલા છે અને તે પ્રત્યેકમાં અનંત અગુરુલઘુ પર્યાય હોય છે પણ તે અમૂર્ત હોવાથી ઈન્દ્રિય ગ્રાહ્ય બનતી નથી, તેથી આ સૂત્રમાં ઉદાહરણરૂપે પુદ્ગલદ્રવ્યની પર્યાય ગ્રહણ કરી છે.
પુલિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગવાચી શબ્દો :| २५ तं पुण णामं तिविहं, इत्थी पुरिसं णपुंसगं चेव ।
एएसिं तिण्हं पि य, अंतम्मि परूवणं वोच्छं ॥१८॥ तत्थ पुरिसस्स अंता आ, ई ऊ ओ य होति चत्तारि । ते चेव इत्थियाए हवंति, ओकारपरिहीणा ॥१९॥