________________
૧૯૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
સ્પર્શ કરી શકાય તે સ્પર્શ. તે સ્પર્શેન્દ્રિયનો વિષય છે. (૫) આકાર, આકૃતિ તે સંસ્થાના
અહીં વર્ણાદિના જે ભેદ બતાવ્યા છે તે કાળો, નીલો વગેરે મૂળ વર્ણાદિ સમજવા. તેના મેળથી, સંયોજનથી અનેક વર્ણાદિ બને છે. તેનો સમાવેશ આ મૂળ પાંચ વર્ણ, બે ગંધ, પાંચરસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાનમાં થઈ જાય છે.
પર્યાયનામ :२४ से किं तं पज्जवणामे ?
पज्जवणामे अणेगविहे पण्णत्ते, तं जहा- एगगुणकालए, दुगुणकालए जाव अणंतगुणकालए, एगगुणणीलए, दुगुणणीलए जाव अणंतगुणणीलए, एवं लोहिय- हालिद्द-सुक्किला वि भाणियव्वा ।
एगगुणसुरभिगंधे, दुगुणसुरभिगंधे जाव अणंतगुणसुरभिगंधे एवं दुरभिगंधो वि भाणियव्वो ।
एगगुणतित्ते दुगुणतित्ते जाव अणंतगुणतित्ते, एवं कडुय-कसाय-अंबिलमहुरा वि भाणियव्वा ।
एगगुणकक्खडे दुगुणकक्खडे जाव अणंतगुणकक्खडे, एवं मउय-गरुय- लहुय-सीय-उसिण-णिद्ध-लुक्खा वि भाणियव्वा । से तं पज्जवणामे । ભાવાર્થ :- પ્રશ્ન- પર્યાયનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પર્યાયનામના અનેક પ્રકાર છે. જેમકે એક ગુણકાળો, દ્વિગુણકાળો વાવ અનંતગુણ કાળો, એક ગુણનીલ, દ્વિગુણ નીલ યાવત અનંતગણ નીલ. કાળા નીલા વર્ણની જેમ લાલ, પીળા અને શ્વેતવર્ણમાં પણ એક ગુણથી લઈ અનંતગુણ સુધીના પર્યાય નામ જાણવા.
એક ગુણ સુરભિગંધ, દ્વિગુણ સુરભિગંધ વાવ અનંતગુણ સુરભિગંધ. તે જ રીતે દુરભિગંધ માટે પણ જાણવું.
એક ગુણ તીખો, બે ગુણ તીખો યાવતુ અનંતગુણ તીખો. તે જ રીતે કડવા, તુરા, ખાટા, મીઠારસની અનંત પર્યાયોનું કથન કરવું.
એક ગુણ કર્કશ, બે ગુણ કર્કશ યાવતુ અનંતગુણ કર્કશ. કર્કશની જેમ મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ,