________________
પ્રકરણ ૧૦/એક થી પાંચ નામ
૧૮૭
ઉત્તર–દ્રવ્યાનામના છ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૫) પુદ્ગલાસ્તિકાય અને (૬) અહ્વાસમય.
વિવેચન :
આ સૂત્રમાં છ દ્રવ્યોના નામનું કથન કર્યું છે. આ છ દ્રવ્યમાં પ્રથમના પાંચ દ્રવ્ય મુખ્ય છે અને છઠ્ઠા કાળ દ્રવ્યની અભિવ્યક્તિ પ્રાયઃ પુદ્ગલના માધ્યમથી થાય છે. વર્તના, પરિણમન વગેરે દ્વારા તેનો બોધ થાય છે. બીજી રીતે કહીએ તો પ્રથમના પાંચ દ્રવ્ય અસ્તિકાયરૂપ છે અને છઠ્ઠું કાળદ્રવ્ય વર્તના લક્ષણરૂપ છે.
છ દ્રવ્યમાં એક પુદ્ગલ દ્રવ્ય જ મૂર્ત છે. તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોવાથી ઈન્દ્રિય દ્વારા તે જાણી શકાય છે. શેષ પાંચ દ્રવ્ય અમૂર્ત છે, તેથી ઈન્દ્રિયગમ્ય નથી.
છ દ્રવ્યમાં પ્રથમના પાંચ દ્રવ્ય અસ્તિકાય કહેવાય છે. અસ્તિ એટલે અસ્તિત્વ, તે દ્રવ્યો ત્રિકાલ સ્થાયી અસ્તિત્વ ધરાવે છે. કાય એટલે બહુ પ્રદેશી પિંડ. આ પાંચે દ્રવ્ય પિંડરૂપે, બહુપ્રદેશરૂપે, અસ્તિત્વ ધરાવે છે, તેથી તે અસ્તિકાય કહેવાય છે. અહ્રાસમયનું અસ્તિત્વ વર્તમાન સમય રૂપ છે, પ્રદેશના પિંડ રૂપ નથી. તેથી તે કાયરૂપ નથી. અસ્તિરૂપ છે પણ કાયરૂપ ન હોવાથી કાળ દ્રવ્ય અસ્તિકાય કહેવાતું નથી. ગુણનામ :
१८ से किं तं गुणणामे ? गुणणामे पंचविहे पण्णत्ते, तं जहा- वण्णणामे गंधणामे रसणामे फासणामे संठाणणामे ।
ભાવાર્થ :- પ્રશ્ન– ગુણનામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ગુણનામના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧)વર્ણનામ, (૨) ગંધનામ, (૩)રસનામ, (૪) સ્પર્શનામ, (૫) સંસ્થાનનામ.
વિવેચન :
સૂત્રકારે આ સૂત્રમાં ગુણનામનું વર્ણન કરતાં માત્ર પુદ્ગલાસ્તિકાયના ગુણોના નામોનું કથન કર્યું છે. શેષ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના ગુણોનું કથન નથી કર્યું. ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય અમૂર્ત હોવાથી તેના ગુણો પણ અમૂર્ત છે. પુદ્ગલદ્રવ્ય મૂર્ત છે. તેના ગુણ ઈન્દ્રિયગોચર છે, તેથી આ સૂત્રમાં પુદ્ગલ દ્રવ્યના ગુણ ગ્રહણ કર્યા છે.
વર્ણનામ :
१९ से किं तं वण्णणामे ? वण्णणामे पंचविहे पण्णत्ते, तं जहा- कालवण्णणामे