SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૮ ] શ્રી અનુયોગદ્વાર સૂત્ર णीलवण्णणामे लोहियवण्णणामे हालिद्दवण्णणामे सुक्किलवण्णणामे । से तं वण्णणामे । ભાવાર્થ :- પ્રશ્ન- વર્ણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- વર્ણનામના પાંચ પ્રકાર છે તે આ પ્રમાણે- (૧) કૃષ્ણવર્ણનામ, (૨) નીલવર્ણનામ, (૩) રક્ત-લાલવર્ણનામ, (૪) હારિદ્ર-પીળોવર્ણનામ, (૫) શુક્લવર્ણનામ. આ વર્ણનામનું સ્વરૂપ છે. ગંધનામ :२० से किं तं गंधणामे ? गंधणामे दुविहे पण्णत्ते, तं जहा- सुरभिगंधणामे य दुरभिगंधणामे य । से तं गंधणामे । ભાવાર્થ - પ્રશ્ન-ગંધનામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- ગંધનામના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સુરભિગંધ નામ (૨) દુરભિગંધ નામ. આ ગંધનામનું સ્વરૂપ છે. રસનામ :|२१ से किं तं रसणामे ? रसणामे पंचविहे पण्णत्ते, तं जहा- तित्तरसणामे, कडुयरसणामे, कसायरसणामे, अंबिलरसणामे, महुररसणामे य । से तं रसणामे । ભાવાર્થ :- પ્રશ્ન- રસનામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- રસનામના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) તિક્ત– મરચા જેવો તીખો રસ (૨) કર્ક- લીમડા જેવો કડવો રસ (૩) કષાય રસ-કસાયેલ છે, હરડે જેવો તુરોરસ (૪) આસ્ફરસ- આંબલી જેવો ખાટો રસ (૫) મધુર રસ સાકર જેવો મીઠો રસ. આ રસનામનું સ્વરૂપ છે. વિવેચન : આ સૂત્રમાં પાંચ રસના નામ છે. તેના અર્થ કરતાં પિત્ત-રિવાતનો અર્થ તીખો અને ડુ-ટુ નો અર્થ 'કડવો કર્યો છે. ઘણા સ્થાને આચાર્યો તિક્તનો અર્થ કડવોરસ અને કર્કનો અર્થ તીખોરસ કરે છે. શાસ્ત્રમાં ક્યાં ય મરચાને કટુક અને લીંબડાને તિક્ત કહેલ નથી. જેમ સાયનો અર્થ કસાયેલ, અંકિત નો અંબ-ખાટો, મદુરનો મધુર અર્થ કરવામાં આવે છે, તેમ ભાષાશાસ્ત્રની અપેક્ષાએ બંને ભાષાની સરખામણી કરતાં તિવતનો તિખો અને હોદ્દનો અર્થ કડવો કરવો ઉચિત્ત લાગે છે. આગમોમાં પાંચરસના નામમાં ' તિક્તરસનો ક્રમ પ્રથમ અને કકરસનો ક્રમ બીજો જોવા
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy