________________
૧૮૬
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
गुणणामे, पज्जवणामे य ।
ભાવાર્થ :- પ્રશ્ન- ત્રિનામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- ત્રિનામના ત્રણ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે (૧) દ્રવ્યનામ, (૨) ગુણનામ અને (૩)
પર્યાયનામ.
વિવેચન :
જેના ત્રણ ભેદ, ત્રણ વિકલ્પ હોય તેવા નામને ત્રિનામ કે ત્રણ નામ કહેવામાં આવે છે. આ સૂત્રમાં ત્રણ નામના ઉદાહરણ તરીકે દ્રવ્ય, ગુણ અને પર્યાયનું કથન કર્યું છે.
દ્રવ્ય ઃ— "પર્યાયોને જે પ્રાપ્ત થાય તે દ્રવ્ય” આ દ્રવ્યનો વ્યુત્પત્તિ અર્થ છે. દાર્શનિકોએ દ્રવ્યની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે ગુણ અને પર્યાયનો જે આધાર તે દ્રવ્ય અથવા ઉત્પાદ, વ્યય અને ધ્રુવ સ્વભાવવાળા હોય તે દ્રવ્ય કહેવાય છે.
ગુણ :– ત્રિકાલ સ્થાયી સ્વભાવવાળા અસાધારણ ધર્મને ગુણ કહેવામાં આવે છે.
પર્યાય :– પ્રતિક્ષણે બદલાતી દ્રવ્યની અવસ્થાઓ અથવા ગુણના વિકારને પર્યાય કહેવામાં આવે છે. દ્રવ્યની અવસ્થાઓ બદલાતી રહે છે. જેમ કોઈ મનુષ્યનું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે મનુષ્ય અવસ્થા નાશ પામે અને દેવઆયુષ્યના ઉદયે દેવ અવસ્થા પ્રાપ્ત થાય તો આ જીવ દ્રવ્યની બદલાયેલી અવસ્થા પર્યાય કહેવાય છે.
જીવ શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ગુણની વિકારરૂપ અવસ્થા થયા કરે છે. આત્માનો ગુણ વીતરાગતા છે. અકષાયપણુ તે આત્મિક ગુણ છે પરંતુ કષાય ઉત્પન્ન થાય, કષાયમાં તીવ્ર મંદ કષાયોની અવસ્થાઓ પ્રાપ્ત થાય, રાગદ્વેષ થાય, એ સર્વ ગુણના વિકાર કહેવાય છે અને તે વિકાર જ પર્યાય રૂપે ઓળખાય છે.
ગુણો ધ્રુવરૂપ છે. પર્યાયો ઉત્પાદ–વ્યયરૂપ છે. દ્રવ્ય ઉત્પાદ–વ્યય અને ધ્રુવ સ્વભાવવાન છે. જગતના સર્વ પદાર્થ દ્રવ્ય, ગુણ અને પર્યાયરૂપ છે.
દ્રવ્યનામ :
१७ से किं तं दव्वणामे ? दव्वणामे छव्विहे पण्णत्ते, तं जहा धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, जीवत्थिकाए, पोग्गलत्थिकाए, अद्धासमए य । से तं दव्वणामे ।
।
ભાવાર્થ :- પ્રશ્ન- દ્રવ્યાનામનું સ્વરૂપ કેવું છે ?