________________
પ્રકરણ ૧૦/એક થી પાંચ નામ
૧૮૫
દર્શાવતાં જણાવે છે કે અજીવ દ્રવ્યને અવિશેષ નામ માનવામાં આવે તો તેના પાંચભેદધર્માસ્તિકાય વગેરે વિશેષનામ કહેવાય.
ધર્માસ્તિકાય :– · ગતિશીલ જીવ અને પુદ્ગલ દ્રવ્યને ગતિ ક્રિયામાં સહાયક બને તેને ધર્માસ્તિકાય કહે છે. તે અરૂપી છે.
અધર્માસ્તિકાય ઃ– જીવ અને પુદ્ગલની ગતિપૂર્વકની સ્થિતિ ક્રિયામાં સહાયક બને તેને અધર્માસ્તિકાય કહે છે. તે અરૂપી છે.
આકાશાસ્તિકાય ઃ– સર્વ દ્રવ્યને અવગાહના—સ્થાન આપે તેને આકાશાસ્તિકાય કહે છે. તે અરૂપી છે. પુદ્ગલસ્તિકાય ઃ– વર્ણ, ગંધ, રસ, સ્પર્શ યુક્ત દ્રવ્યને પુદ્ગલાસ્તિકાય કહે છે. તે રૂપી છે.
-
કાલ :– સર્વ દ્રવ્યો પર જે વર્તી રહ્યો છે, તેમજ સર્વ દ્રવ્યની પર્યાય—અવસ્થાના પરિવર્તનમાં જે સહાયક બને તેને કાલદ્રવ્ય કહે છે. તે અરૂપી છે.
પરમાણુ :– સમુદાય–સ્કંધથી છૂટો પડેલો પુદ્ગલાસ્તિકાયનો નાનામાં નાનો નિર્વિભાગ અંશ કે જેના વિભાગ થવા શક્ય નથી, તેને પરમાણુ કહે છે.
બે પરમાણુ જોડાય તો દ્વિપ્રદેશી સ્કંધ, ત્રણ પરમાણુ ભેગા થાય તો ત્રિપ્રદેશી સ્કંધ બને છે. તે જ રીતે સંખ્યાત પરમાણુ ભેગા થાય તો સંખ્યાત પ્રદેશી સ્કંધ અને અસંખ્યાત પરમાણુ ભેગા થાય—જોડાય જાય તો અસંખ્યાત પ્રદેશી સ્કંધ, અનંત પરમાણુ જોડાયેલ હોય તો તે અનંતપ્રદેશી બંધ કહેવાય છે. દ્વિનામનું સંક્ષિપ્ત અવલોકન – સૂત્રકારે દ્વિનામ ત્રણ રીતે બતાવ્યા છે. (૧) એકાક્ષરિક અને અનેકાક્ષરિક, (૨) જીવનામ અને અજીવનામ, (૩) અવિશેષ નામ અને વિશેષ નામ.
(૧) એકાક્ષરિક, અનેકાક્ષરિક. એક અક્ષરવાળા નામ અને એકથી વધુ, અનેક અક્ષરવાળા નામમાં જગતના સર્વ પદાર્થનું ગ્રહણ કર્યું છે.
(૨) જીવ, અજીવના ગ્રહણ દ્વારા લોકના સર્વ દ્રવ્યનું ગ્રહણ થઈ જાય છે.
(૩) અવિશેષનામ અને વિશેષનામ દ્વારા જગતના સર્વ પદાર્થનું ગ્રહણ કર્યું છે. ભેદને વિશેષનામમાં ગ્રહણ કરી, તેના પ્રભેદની અપેક્ષાએ ભેદને અવિશેષ કહી, પ્રભેદને વિશેષનામ રૂપે ગ્રહણ કર્યા છે.
ત્રિનામ
દ્રવ્ય, ગુણ, પર્યાય નામ :
१६ से किं तं तिणामे ? तिणामे तिविहे पण्णत्ते, तं जहा- दव्वणामे,