________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
તિરર્દા લોકના વનાદિમાં જે રહે છે તે વાણવ્યંતર, મધ્યલોકમાં ચંદ્ર, સૂર્ય વગેરે પ્રકાશિત સ્વરૂપે રહે છે, તે જ્યોતિષી દેવો અને ઉર્ધ્વલોકમાં વિમાનોમાં રહે છે તે વૈમાનિક દેવ કહેવાય છે.
૧૮૪
વૈમાનિક દેવોમાં જ્યાં ઈન્દ્ર, સામાનિકદેવ (રાજપરિવાર જેવા દેવ) ત્રાયશ્રિંશત (પુરોહિત જેવા દેવ) વગેરે ભેદ હોય તે કલ્પોપપન્ન કહેવાય છે. સૌધર્માદિ બાર દેવલોક કલ્પોપપન્ન છે. જ્યાં ઈન્દ્રાદિ ભેદ ન હોય, બધા જ દેવો સમાન–અહમેન્દ્ર હોય તે કલ્પાતીત કહેવાય છે. નવ ચૈવેયક અને પાંચ અનુત્તર વિમાનવાસી દેવો કલ્પાતીત છે.
લોક પુરુષાકાર છે. તે લોકરૂપી પુરુષના ગ્રીવાના સ્થાને જે દેવલોકો છે તે ત્રૈવેયક કહેવાય છે. તે નવ ત્રૈવેયકના ત્રણ વિભાગ કરવામાં આવે છે. નીચેની ત્રિકને અધસ્તન ત્રૈવેયક, મધ્યમત્રિકને મધ્યમ ત્રૈવેયક અને ઉપરની ત્રિકને ઉપરિમ ત્રૈવેયક કહેવામાં આવે છે. તે ત્રણેમાં ત્રણ-ત્રણ ત્રૈવેયક હોવાથી પુનઃ અધસ્તન, મધ્યમ અને ઉપરિમ, એવા ત્રણ-ત્રણ વિભાગ થાય છે. તેની સ્થાપના આ પ્રમાણે છે. ઉપરિમ– (૧) ઉપરિમ ઉપરિમ (૨) ઉપરમ મધ્યમ (૩) ઉપરિમ અધસ્તન. મધ્યમ- (૧) મધ્યમ ઉપરિમ (૨) મધ્યમ મધ્યમ(૩) મધ્યમ અધસ્તન અધસ્તન– (૧) અધસ્તન ઉપરિમ (૨) અધસ્તન મધ્યમ (૩) અધસ્તન અધસ્તન.
આ પ્રત્યેક ત્રૈવેયકના પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા ભેદ વિશેષનામ કહેવાય છે.
દેવગતિમાં જે અનુત્તર ઉત્પત્તિવાળા દેવલોક છે તે અનુત્તરોપપાતિક કહેવાય છે. આ દેવો એકાંતે સમકિતી છે. તેમાં વિજયાદિ પાંચ વિમાનો છે. સર્વાર્થસિદ્ધ વિમાનના પ્રત્યેકદેવો એકાવતારી હોય છે.
વિશેષિત અવિશેષિત અજીવ દ્રવ્ય ઃ
१५ अविसेसिए अजीवदव्वे, विसेसिए धम्मत्थिकाए अधम्मत्थिकाए आगासत्थिकाए पोग्गलत्थिकाए अद्धासमए य ।
अविसेसिए पोग्गलत्थिकाए विसेसिए परमाणुपोग्गले दुपएसिए जाव अणंतपए सिए । से तं दुणामे ।
ભાવાર્થ - જો અજીવ દ્રવ્યોને અવિશેષનામ માનવમાં આવે તો (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશસ્તિકાય, (૪) પુદ્ગલાસ્તિકાય અને (૫) કાળ–અહ્વાસમયને વિશેષનામ કહેવાય.
જો પુદ્ગલાસ્તિકાયને અવિશેષ નામ માનવામાં આવે તો પરમાણુ, દ્વિપ્રદેશી સ્કંધથી અનંત પ્રદેશીસ્કંધ વિશેષનામ કહેવાય. આ પ્રમાણે દ્વિનામનો વિષય પૂર્ણ થયો.
વિવેચન :
જીવનામમાં સામાન્ય—વિશેષનું દર્શન કરાવ્યા પછી સૂત્રકાર અજીવનામમાં સામાન્ય વિશેષ