________________
પ્રકરણ ૧૦/એક થી પાંચ નામ
૧૭૫ ]
સામાન્ય અને વિશેષ ગુણ રહેલા છે. જેમકે પ્રત્યેક મનુષ્યમાં મનુષ્યત્વ રહેલું છે તે સામાન્ય કહેવાય અને કોઈ ભારતના મનુષ્ય, કોઈ અમેરીકાના મનુષ્ય, આ વિશેષતા તે વિશેષગુણ કહેવાય. પૂર્વનું સામાન્ય પશ્ચાતુ વિશેષ બની જાય. પછીનું વિશેષ પુનઃ સામાન્ય બની જાય. જેમકે ભારતના સર્વ મનુષ્યમાં ભારતીય મનુષ્યત્વ સામાન્ય અને ગુજરાત, પંજાબના મનુષ્ય તે વિશેષ. સંગ્રહનય સામાન્યને અને વ્યવહારનય વિશેષને પ્રધાનરૂપે ગ્રહણ કરે છે. સંગ્રહનય દ્વારા ગ્રહણ કરાયેલ સામાન્ય, અવિશેષમાં વ્યવહારનય વિધિ પૂર્વક ભેદ કરી વિશેષનું દર્શન કરાવે છે. તે વિશેષમાં સંગ્રહનય પુનઃ સામાન્યના દર્શન કરાવે છે. વસ્તુ માત્રમાં સામાન્ય અને વિશેષગુણ રહેલા હોવાથી તે શક્ય બને છે. આગામી સૂત્રોમાં સૂત્રકાર સંગ્રહન-વ્યવહારનો આશ્રય લઈ સામાન્ય-વિશેષને જીવદ્રવ્ય પર ઘટાવે છે.
વિશ્વમાં રહેલ સર્વ દ્રવ્યમાં દ્રવ્યત્વ સમાનરૂપે રહેલ છે માટે સંગ્રહનય દ્રવ્ય સામાન્યને સ્વીકારે છે, અને વ્યવહારનય તેમાં ભેદ કરે છે કે દ્રવ્યમાં કેટલાક જીવ દ્રવ્ય છે અને કેટલાક અજીવ દ્રવ્ય છે. પુનઃ સંગ્રહનય સામાન્યને દર્શાવતા કહે છે કે બધા જીવમાં જીવત્વ સમાન છે માટે બધા જીવ સમાન છે. તેમાં ભેદ કરતા વ્યવહારનય કહે છે કે જીવમાં નારકી જીવ, તિર્યચજીવ, મનુષ્ય અને દેવ જીવ ભિન્ન-ભિન્ન છે. સંગ્રહનય નારકી જીવને એક સમાન કહે તો વ્યવહારનય રત્નપ્રભાદિ નારકીના સાત ભેદ બતાવે છે. સંગ્રહનય પ્રત્યેક નરકના નારકીમાં સમાનતા બતાવે છે તો વ્યવહારનય તેમાં પર્યાપ્ત-અપર્યાપ્ત ભેદરૂપે વિશેષનું કથન કરે છે. આ જ રીતે આગામી સૂત્રોમાં તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવ જીવોમાં રહેલ સામાન્ય-વિશેષનું કથન શાસ્ત્રકાર કરે છે. વિશેષિત અવશેષિત એકેન્દ્રિય વિકસેન્દ્રિય :| ६ अविसेसिए तिरिक्खजोणिए, विसेसिए एगिदिए बेइंदिए तेइंदिए चउरिदिए पंचिदिए ।
अविसेसिए एगिदिए, विसेसिए पुढविकाइए आउकाइए तेउकाइए वाउकाइए वणस्सइकाइए ।
__ अविसेसिए पुढविकाइए, विसेसिए सुहमपुढविकाइए य बायरपुढ विकाइए य ।
अविसेसिए सुहुमपुढविकाइए, विसेसिए पज्जत्तयसुहुमपुढविकाइए य अपज्ज- त्तयसुहुमपुढविकाइए य ।
अविसेसिए बायरपुढविकाइए, विसेसिए पज्जत्तयबायरपुढविकाइए य अपज्जत्तयबायरपुढविकाइए य ।
एवं आउ तेउ वाउ वणस्सई य अविसेसिए य पज्जत्तय-अपज्जत्तयभेए