________________
૧૭૪
વગેરે જીવનામ છે.
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
પ્રશ્ન– અજીવ નામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– અજીવનામના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે— ઘટ, પટ (વસ્ત્ર), કટ (ચટાઈ), રથ વગેરે.
વિવેચન :
નામ દ્વારા જે પદાર્થનો બોધ થાય છે, તે પદાર્થ બે પ્રકારના છે– જીવ અને અજીવ. જેમાં ચેતના છે, જે દ્રવ્ય પ્રાણ તથા ભાવપ્રાણથી જીવે છે તે જીવ કહેવાય છે. જે જડ છે, જેમાં ચેતના–જ્ઞાન નથી તે અજીવ કહેવાય છે. દુનિયામાં જીવ અને અજીવ દ્રવ્ય હંમેશાં હોય જ છે. જીવ અને અજીવમાં સમસ્ત દ્રવ્ય સમાય જાય પણ લોકવ્યવહાર માત્ર આ 'બેનામ'થી ચાલી ન શકે તેથી હવે પ્રકારાન્તરથી પુનઃ 'બેનામ' જણાવે છે. વિશેષિત-અવિશેષિત નામ :
५ | अहवा दुणामे दुविहे पण्णत्ते, तं जहा- विसेसिए य अविसेसिए य, अविसेसिए दव्वे, विसेसिए जीवदव्वे य अजीवदव्वे य । अविसेसिए जीवदव्वे, વિસેસિલ્ ખેરૂ, તિવિહગોળિ, મનુસ્યું, તેવે ।
अविसेसिए णेरइए, विसेसिए रयणप्पभाए, सक्करप्पभाए, वालुयप्पभाए, पंकप्पभाए, धूमप्पभाए, तमाए, तमतमाए । अविसेसिए रयणप्पभापुढवीणेरइए, विसेसिए पज्जत्तए य अपज्जत्तए य । एवं जाव अविसेसिए तमतमापुढवीणेरइए, विसेसिए पज्जत्तए य अपज्जत्तए य ।
ભાવાર્થ :-પ્રકારાન્તરથી બેનામના બે પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) વિશેષિત (૨) અવિશેષિત.
દ્રવ્ય તે સામાન્ય—અવિશેષિત નામ છે. જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય તે વિશેષ નામ છે. જીવદ્રવ્ય તે અવિશેષ નામ છે. નારકી, તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવ, તે વિશેષ નામ છે. નારકી તે અવિશેષનામ છે. રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા, તમસ્તમપ્રભા, તે વિશેષ નામ છે.
રત્નપ્રભાનારકી અવિશેષ છે તો પર્યાપ્ત રત્નપ્રભાનારકી અને અપર્યાપ્ત રત્નપ્રભા નારકી તે વિશેષ નામ બની જાય છે. આ જ પ્રમાણે શર્કરાપ્રભા વગેરે નારકીને અવિશેષ કહેવામાં આવે ત્યારે પર્યાપ્ત અને અપર્યાપ્ત શર્કરાપ્રભાદિ નારકી વિશેષ નામ બની જાય છે.
વિવેચન :
આ સૂત્રમાં અવિશેષિત અને વિશેષિત, આ બે અપેક્ષાએ દ્વિનામનું વર્ણન કર્યું છે. પ્રત્યેક વસ્તુમાં