________________
પ્રકરણ ૧૦/એક થી પાય નામ
[ ૧૭૩ |
ભાવાર્થ :- પ્રશ્ન- 'દ્રિનામ' નું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– હિનામના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) એકાક્ષરિક અને (૨) અનેકાક્ષરિક. પ્રશ્ન- એકાક્ષરિક દ્રિનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- એકાક્ષરિક દ્વિનામના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– હી (દેવી), શ્રી લક્ષ્મી દેવી) ધી (બુદ્ધિ), સ્ત્રી વગેરે એકાક્ષરિક દ્વિનામ છે.
પ્રશ્ન- અનેકાક્ષરિક દ્વિનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અનેકાક્ષરિક દ્રિનામના અનેક પ્રકાર છે. જેમકે- કન્યા, વીણા, લતા, માલા વગેરે અનેકાક્ષરિક દ્વિનામ છે.
વિવેચન :
કોઈપણ વસ્તુના નામનું ઉચ્ચારણ અક્ષરોના માધ્યમથી થાય છે. તે નામ એક અક્ષરથી બનેલ હોય તો તે એકાક્ષરિક નામ કહેવાય છે અને એકથી વધુ અક્ષરોથી તે નામ બનતું હોય તો તે અનેકાક્ષરિક નામ કહેવાય છે. દરેક પદાર્થનું કોઈને કોઈ નામ અવશ્ય હોય અને તે નામ એકાક્ષરિક હોય અથવા અનેકારિક હોય. આ રીતે એકાક્ષરિક અને અનેકાક્ષરિક એ બે નામમાં સમસ્ત દ્રવ્યો સમાવિષ્ટ થઈ જાય છે.
અહીં જે એકાક્ષરિક નામના ઉદાહરણો સૂત્રમાં આપ્યા છે તે સંસ્કૃત ભાષા પ્રમાણે છે. અર્ધમાગધી ભાષા પ્રમાણે હિરી, સિરી ઈન્થી શબ્દો છે જે એકાક્ષરિક નથી. તેથી સૂત્રમાં સંસ્કૃત ભાષાના શબ્દો આપ્યા છે તે પરંપરાથી સ્વીકાર્ય છે.
જીવ-અજીવનામ :४ अहवा दुणामे दुविहे पण्णत्ते, तं जहा- जीवणामे य, अजीवणामे य ।
से किं तं जीवणामे ? जीवणामे अणेगविहे पण्णत्ते, तं जहा देवदत्तो, जण्णदत्तो, विण्हदत्तो, सोमदत्तो । से तं जीवणामे ।
से किं तं अजीवणामे ? अजीवणामे अणेगविहे पण्णत्ते, तं जहा घडो, પડો, રુડો, હો તે તંગળીવાને ભાવાર્થ – પ્રકારાન્તરથી બેનામાં બે પ્રકારના કહ્યા છે. જીવનામ અને અજીવનામ.
પ્રશ્ન- જીવનામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- જીવનામના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– દેવદત્ત, યજ્ઞદત્ત, વિષ્ણુદત્ત, સોમદત્ત