________________
[ ૧૭ ]
શ્રી અયોગવાર સૂત્ર
हिं भाणियव्वा ।
अविसेसिए बेइंदिए, विसेसिए पज्जत्तयबेइदिए य अपज्जत्तयबेइदिए य । एवं तेइंदियचउरिदिया वि भाणियव्वा । ભાવાર્થ :- તિર્યંચયોનિક આ નામને સામાન્ય માનવામાં આવે તો એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય, આ પાંચ વિશેષ નામ કહેવાય.
એકેન્દ્રિયને સામાન્ય માનવામાં આવે તો પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય, તે વિશેષ નામ કહેવાય.
જો પૃથ્વીકાયને સામાન્ય કહેવામાં આવે તો સૂક્ષ્મ પૃથ્વીકાય અને બાદર પૃથ્વીકાય, આ બે વિશેષ કહેવાય.
જો સૂક્ષ્મ પૃથ્વીકાયને સામાન્ય કહેવામાં આવે તો પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય વિશેષ કહેવાય.
બાદર પૃથ્વીકાયને જો અવિશેષ–સામાન્ય માનવામાં આવે તો પર્યાપ્ત બાદર પૃથ્વીકાય અને અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય વિશેષ કહેવાય છે.
આ પ્રમાણે અપકાયથી વનસ્પતિકાય પર્યત તે સામાન્ય મનાય ત્યારે પર્યાપ્ત, અપર્યાપ્ત તેના વિશેષ કહેવાય છે.
જો બેઈદ્રિયને સામાન્ય માનવામાં આવે તો પર્યાપ્ત બેઈન્દ્રિય અને અપર્યાપ્ત બેઈન્દ્રિય વિશેષ બને છે. બેઈન્દ્રિયની જેમજ તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિયની વક્તવ્યતા જાણવી. વિવેચન :
સામાન્ય-વિશેષનું સ્વરૂપ પૂર્વ સૂત્રના વિવેચનથી જાણવું. આ સૂત્રોમાં આવેલ તિર્યંચ યોનિક વગેરે કેટલાક પારિભાષિક શબ્દોની વ્યાખ્યા આ પ્રમાણે છે –
તિર્યંચ – તિર્યંચ ગતિ નામ કર્મના ઉદયે જેઓને સીધા નહીં પણ આડા-તિરછ ચાલી શકાય તેવા શરીર પ્રાપ્ત થયા છે, તે તિર્યંચ કહેવાય છે. એકેન્દ્રિય :- જે જીવોને એક સ્પર્શેન્દ્રિય હોય તેને એકેન્દ્રિય કહે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જીવો એકેન્દ્રિય છે. બેઈન્દ્રિય - જે જીવોને સ્પર્શ અને રસના, બે ઈન્દ્રિય હોય તેને બેઈન્દ્રિય કહે છે. તે ઈન્દ્રિયઃ- જે જીવોને સ્પર્શ, રસના અને ઘાણ, ત્રણ ઈન્દ્રિય હોય તેને તેઈન્દ્રિય કહે છે. ચતરિદ્રિય – જે જીવોને સ્પર્શ, રસના, ઘાણ અને ચક્ષ, ચાર ઈન્દ્રિય હોય તેને ચતુરિન્દ્રિય કહે છે,