________________
[ ૧૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
તેનો ક્રમ પહેલો, બીજો છે. આ સૂત્રની ગાથામાં કોઈ કારણથી ક્રમની વિકૃતિ થયાની શક્યતા જણાય છે.
# આનુપૂર્વીનો નવમો ભેદ સંપૂર્ણ આનુપૂર્વીનો દસમો ભેદ ભાવાનુપૂર્વી :
५ से किं तं भावाणुपुव्वी ? भावाणुपुव्वी तिविहा पण्णत्ता, तं जहापुव्वाणुपुव्वी, पच्छाणुपुव्वी, अणाणुपुव्वी ।
से किं तं पुव्वाणुपुव्वी ? पुव्वाणुपुव्वी- उदइए, उवसमिए, खाइए, खओवसमिए, पारिणामिए, सण्णिवाइए । से तं पुव्वाणुपुव्वी ।
से किं तं पच्छाणुपुव्वी ? पच्छाणुपुव्वी- सण्णिवाइए जाव उदइए । से तं पच्छाणुपुव्वी।
से किं तं अणाणुपुव्वी ? अणाणुपुव्वी- एयाए चेव एगाइयाए एगुत्तरियाए छगच्छगयाए सेढीए अण्णमण्णब्भासो दुरूवूणो । से तं अणाणुपुव्वी । से तं भावाणुपुव्वी । से तं आणुपुव्वी त्ति पदं समत्तं । ભાવાર્થ - પ્રશ્ન- ભાવાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર ભાવાનુપૂર્વીના ત્રણ પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) પૂર્વાનુપૂર્વી, (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી.
પ્રશ્ન- પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- (૧) ઔદયિકભાવ, (૨) ઔપથમિકભાવ, (૩) ક્ષાયિકભાવ, (૪) ક્ષાયોપથમિકભાવ, (૫) પારિણામિકભાવ (૬) સાત્રિપાતિકભાવ. આ ક્રમથી ભાવોના ઉપન્યાસને પૂર્વાનુપૂર્વી કહેવામાં આવે છે.
પ્રશ્ન- પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સાન્નિપાતિકભાવથી શરૂ કરી ઔદયિકભાવ પર્યત વિપરીત ક્રમથી ભાવોના સ્થાપનને પશ્ચાનુપૂર્વી કહે છે.
પ્રશ્ન- અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- એકથી શરૂ કરી એક–એકની વૃદ્ધિ કરતાં છ પર્યતની સંખ્યાને સ્થાપન કરી, પરસ્પર ગુણા કરતાં જે સંખ્યા પ્રાપ્ત થાય, તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગને બાદ કરી, શેષ રાશિના ભંગથી છ