________________
પ્રકરણ ૯/ઉત્કીર્તનાદિ પાંચ આનુપૂર્વી
ભાવોના સ્થાપન કે કથનને અનાનુપૂર્વી કહે છે.
આ રીતે ભાવાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થાય છે. તેમજ ઉપક્રમના પ્રથમ આનુપૂર્વી નામના ભેદની વક્તવ્યતા પણ પૂર્ણ થાય છે.
વિવેચન :
૧૬૯
જીવ અને વસ્તુના પરિણામ, પર્યાયને ભાવ કહેવામાં આવે છે. ભાવ અંતઃકરણની પરિણતિ વિશેષરૂપ છે. ભાવ જીવ અને અજીવ બંનેમાં હોય છે. છ ભાવમાંથી એક પારિણામિક ભાવ જીવ, અજીવ બંનેમાં હોય છે. અવશેષ ઔદાયિક આદિ પાંચ ભાવ જીવના પરિણામ વિશેષ છે. તે છ ભાવ આ પ્રમાણે છે—
(૧) ઔયિકભાવ ! :– કર્મના ઉદયથી જીવના જે પરિણામ, પર્યાય વિશેષ થાય તેને ઔદયિકભાવ કહે છે.
(૨) ઔપશમિકભાવ ઃ– મોહનીય કર્મના ઉપશમથી જીવને જે પર્યાય પ્રાપ્ત થાય તેને ઔપશમિક ભાવ કહે છે.
(૩) ક્ષાયિકભાવ :– આઠ કર્મના ક્ષયથી જીવને જે પર્યાય પ્રાપ્ત થાય તેને ક્ષાયિકભાવ કહે છે.
(૪) ક્ષાયોપશમિકભાવ ઃ– કર્મના ક્ષયોપશમથી જીવને જે પર્યાયો પ્રાપ્ત થાય તેને ક્ષાયોપશમિક ભાવ કહે છે.
(૫) પારિણામિકભાવ ઃ– જીવના કર્મ નિરપેક્ષ સહજ પરિણામ વિશેષને પારિણામિકભાવ કહે છે. · પૂર્વોક્ત પાંચભાવોના બે–ત્રણ વગેરે સંયોગથી સાન્નિપાતિક(મિશ્ર) ભાવ
(૬) સાન્નિપાતિકભાવ ઉત્પન્ન થાય છે.
:
છ ભાવોના આ અનુક્રમને પૂર્વાનુપૂર્વી, વિપરીત ક્રમને પશ્ચાનુપૂર્વી અને તે બે સિવાયના ક્રમને અનાનુપૂર્વી કહે છે.
'सेतं आणुपुव्वी त्ति पयं समतं ' :- સૂત્રનું આ પદ ઉપસંહારાત્મક છે. નામાનુપૂર્વીથી લઈ ભાવાનુપૂર્વી સુધીના આનુપૂર્વીના દસ ભેદોનું વર્ણન પૂર્ણ થાય છે, તે આ વાક્ય દ્વારા સૂચિત થાય છે અને ઉપક્રમના પ્રથમ ભેદરૂપ આનુપૂર્વીની સમસ્ત વક્તવ્યતા પૂર્ણ થાય છે તેમ પણ સૂચિત થાય છે.
૫ અનુપૂર્વીનો દશમો ભેદ સંપૂર્ણ u
॥ પ્રકરણ-૯ સંપૂર્ણ ॥