________________
પ્રકરણ ૯/ઉત્કીર્તનાદિ પાંચ આનુપૂર્વી
૧૬૭
પ્રશ્ન- પાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- ઉપસંપદાથી શરૂ કરી ઈચ્છાકાર પર્યંત વિપરીતક્રમથી સમાચારીની સ્થાપનાને પશ્ચાનુપૂર્વી કહે છે.
પ્રશ્ન– અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– એક–એકની વૃદ્ધિ કરતાં એકથી દશ સુધી સંખ્યાની સ્થાપના કરી, પરસ્પર ગુણાકાર કરી, જે રાશિ પ્રાપ્ત થાય તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગ બાદ કરી, અન્ય ભંગ દ્વારા સમાચારીની સ્થાપનાને અનાનુપૂર્વી કહે છે.
વિવેચન :
શિષ્ટ જનોને આચરવા યોગ્ય ક્રિયાઓનું સમ્યક્ આચરણ તે સમાચારી કહેવાય છે. તેના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે—
(૧) ઈચ્છાકાર
:– કોઈપણ જાતના દબાણ વિના, અંતઃસ્ફુરણાથી વ્રતાદિના આચરણની ઈચ્છા થાય તે
ઈચ્છાકાર.
(૨) મિથ્યાકાર :– નહીં કરવા યોગ્ય ક્રિયાઓનું આચરણ થઈ ગયા પછી ખ્યાલ આવે કે મેં આ ખોટું કર્યું, મેં અસત્ આચરણ કર્યું. તેવા વિચારને મિથ્યાકાર કહે છે.
(૩) તથાકાર :– ગુરુ આજ્ઞાને 'તહત' કહી ['આપ કહો છો તે જ પ્રમાણે છે.'] સ્વીકાર કરવો તે તથાકાર.
(૪) આવશ્યકી :- આવશ્યક કાર્ય માટે બહાર જતાં પૂર્વે ગુરુને નિવેદન કરવું.
(૫) નૈષધિકી :– કાર્ય કરી પોતાના સ્થાન પર પાછા આવે ત્યારે પ્રવેશની સૂચના આપવી તે નૈષધિકી. (૬) આપૃચ્છના - કોઈપણ કાર્ય કરતાં પૂર્વે ગુરુદેવને પૂછવું, આજ્ઞાલેવી તે.
--
(૭) પ્રતિકૃચ્છના :– કાર્યના પુનઃ પ્રારંભ પૂર્વે ગુરુદેવની આજ્ઞા લેવી અથવા કોઈ કાર્ય માટે ગુરુદેવે ના પાડી હોય તો, થોડી વાર પછી તે કાર્યની અનિવાર્યતા બતાવી પુનઃ પૂછવું તે.
(૮) છંદના :– અન્ય સાંભોગિક સાધુઓને—આહારાદિ સાથે કરતા હોય તેવા સાધુઓને, પોતે લાવેલ આહાર ગ્રહણ કરવા ગુરુની આજ્ઞા લઈ વિનંતી કરવી તે.
(૯) નિમંત્રણા । :– અન્ય સાધુઓને "હું તમને આહારાદિ લાવી આપીશ" આ પ્રમાણે નિયંત્રણ કરવું તે. (૧૦) ઉપસંપદા :– શ્રુતાદિની પ્રાપ્તિ માટે અન્ય સાધુઓની નેશ્રા સ્વીકારવી તે.
દસ સમાચારીનું આ ક્રમથી સ્થાપન કરવું તે પૂર્વાનુપૂર્વી, આ સમાચારીનું વિપરીત ક્રમથી સ્થાપન કરવું તે પશ્ચાનુપૂર્વી અને પૂર્વ-પશ્ચાનુપૂર્વી સિવાય અન્ય કોઈપણ ક્રમથી સ્થાપન કરવું તે અનાનુપૂર્વી કહેવાય છે.
અહીં સૂત્રમાં આવશ્યકી અને નૈષધિકીનો ક્રમ ચોથો પાંચમો છે પરંતુ ઉત્તરાધ્યયન આદિ સૂત્રોમાં