________________
[ ૧૫૮ ]
શ્રી અયોગવાર સૂત્ર
से तं पच्छाणुपुव्वी। ___से किं तं अणाणुपुव्वी ? अणाणुपुव्वी एयाए चेव एगाइयाए एगुत्तरियाए अणंतगच्छगयाए सेढीए अण्णमण्णब्भासो दुरूवूणे । से तं अणाणुपुव्वी । से तं ओवणिहिया कालाणुपुव्वी । से तं कालाणुपुव्वी । ભાવાર્થ :- અથવા સંગ્રહનયસંમત ઔપનિધિની કાલાનુપૂર્વીના (બીજી રીતે)ત્રણ પ્રકાર છે– (૧) પૂર્વાનુપૂર્વી, (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી.
પ્રશ્ન- પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે.
ઉત્તર– સમય, આવલિકા, આનપ્રાણ, સ્તોક, લવ, મુહર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, સો વર્ષ, હજાર વર્ષ, લાખવર્ષ, પૂર્વાગ, પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિત, અડાંગ, અડ, અવવાંગ, અવવ, હુહુકાંગ, દુહુક, ઉત્પલાંગ, ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિપુરાંગ, અર્થનિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી, પુદ્ગલ પરાવર્ત, અતીતાદ્ધા, અનાગતાદ્ધા, સર્વોદ્ધા, આ ક્રમથી સ્થાપન કરવાને કાળસંબંધી પૂર્વાનુપૂર્વી કહેવામાં આવે છે.
પ્રશ્ન- પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સર્વોદ્ધા, અનાગતાદ્ધાથી સમય સુધીના પદોની વિપરીત ક્રમથી સ્થાપનાને પશ્ચાનુપૂર્વી કહેવામાં આવે છે.
પ્રશ્ન- અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સમયાદિને એક સંખ્યા આપી ત્યાંથી પ્રારંભ કરી, એક–એકની વૃદ્ધિ દ્વારા સર્વોદ્ધા પર્વતની અનંતશ્રેણી સ્થાપિત કરી, પરસ્પર ગુણાકાર કરવાથી પ્રાપ્ત રાશિમાંથી આદિ અને અંતના બે ભંગ બાદ કરી, શેષ ભંગો અનાનુપૂર્વી કહેવાય છે.
આ રીતે ઔપનિધિકી કાલાનુપૂર્વી અને કાલાનુપૂર્વીનું વર્ણન સમાપ્ત થયું.
વિવેચન :
આ સૂત્રોમાં પ્રકારાન્તરથી ઔપનિધિતી કાલાનુપૂર્વીનું વર્ણન કર્યું છે. પ્રથમ પ્રકારમાં કાલ અને કાલદ્રવ્યમાં અભેદ કરી કાલ પર્યાયયુક્ત દ્રવ્ય દ્વારા અર્થાત્ એક સમયની, બે સમયની સ્થિતિવાળા દ્રવ્ય દ્વારા કાલાનુપૂર્વીનું વર્ણન કર્યું છે.
પ્રકારાન્તરમાં ગણનાકાળના એકમો દ્વારા કાલાનુપૂર્વી વર્ણવી છે. સમય એ કાળનો સૂક્ષ્મઅંશ છે