________________
પ્રકરણ ૮/કાલાનુપૂર્વી
.
૧૫૯ ]
અને તે કાળગણનાનું પ્રથમ એકમ છે. તેના દ્વારા જ આવલિકા વગેરે કાળગણનાના એકમોની સંજ્ઞાઓ નિષ્પન્ન થાય છે.
સમયથી શરૂ કરી ક્રમથી સર્વોદ્ધા પર્વતના પદોની સ્થાપનાને પૂર્વાનુપૂર્વી, સર્વોદ્ધાથી શરૂ કરી વિપરીત ક્રમથી સમય પર્યતના પદોની સ્થાપનાને પશ્ચાનુપૂર્વી અને આ બે સિવાય અન્ય કોઈપણ રીતે પદોના સ્થાપનને અનાનુપૂર્વી કહેવામાં આવે છે. આવલિકા, શ્વાસોશ્વાસ, લવ, સ્ટોક વગેરે સંપૂર્ણ કાલના એકમોનું સ્વરૂપ કાલપ્રમાણ નામક ત્રેવીસમા પ્રકરણમાં બતાવ્યું છે.
| | પ્રકરણ-૮ સંપૂર્ણ ||