________________
પ્રકરણ ૮/કાલાર્વી .
૧૫૭]
વાળા, ત્રણ સમયની સ્થિતિવાળા યાવતું દસ સમયની સ્થિતિવાળા, સંખ્યાત સમયની સ્થિતિવાળા, અસંખ્યાત સમયની સ્થિતિવાળા દ્રવ્યોનું ક્રમથી સ્થાપન કરવું કે કથન કરવું, તેને ઔપનિધિની પૂર્વાનુપૂર્વી કહેવામાં આવે છે.
પ્રશ્ન- પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અસંખ્યાત સમયની સ્થિતિવાળા યાવત એક સમયની સ્થિતિવાળા દ્રવ્યોનું વિપરીત ક્રમથી સ્થાપન કરવું કે કથન કરવું તેને ઔપનિધિની પશ્ચાનુપૂર્વી કહેવાય છે.
પ્રશ્ન- અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– એકને સ્થાપન કરી એક–એકની વૃદ્ધિ દ્વારા અસંખ્યાત પર્યતની સંખ્યાનું સ્થાપન કરી, તેનો પરસ્પર ગુણાકાર કરતાં, પ્રાપ્ત રાશિમાંથી પ્રથમ અને અંતિમ બે ભંગ ન્યૂન કરી, જે ભંગ રહે, તેને અનાનુપૂર્વી કહે છે. વિવેચન :
આ સૂત્રોમાં ઔપનિધિકી કાલાનુપૂર્વીનું વર્ણન કર્યું છે. એક સમયથી શરૂ કરી ક્રમથી અસંખ્યાત સમય સુધીના સ્થાપનને પૂર્વાનુપૂર્વી, અસંખ્યાત સમયથી શરૂ કરી વિપરીત ક્રમથી એક સમયની સ્થિતિ પર્યંતના દ્રવ્યની સ્થાપનાને પશ્ચાનુપૂર્વી કહે છે. પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વીના આદિ–અંતના બે ભંગને છોડી શેષ કોઈપણ ભંગ દ્વારા(કોઈ પણ ક્રમથી) સ્થાપન કરે તેને અનાનુપૂર્વી કહેવાય છે. ઔપનિધિકી કાલાનુપૂર્વી-અન્ય પ્રકારે २२ अहवा ओवणिहिया कालाणुपुव्वी तिविहा पण्णत्ता, तं जहाપુત્રાપુપુથ્વી, પછાપુપુળી, બાપુપુથ્વી !
से किं तं पुव्वाणुपुव्वी ? पुव्वाणुपुव्वी- समए आवलिया आणापाणू थोवे लवे मुहुत्ते दिवसे अहोरते पक्खे मासे उऊ अयणे संवच्छरे जुगे वाससए वाससहस्से वाससयसहस्से पुव्वंगे पुव्वे तुडियंगे तुडिए अडडंगे अड्डे अववंगे अववे हूहुयंगे हुहुए उप्पलंगे उप्पले पउमंगे पउमे णलिणंगे णलिणे अत्थणिउरंगे अत्थणिउरे अउयंगे अउए णउयंगे णउए पउयंगे पउए चूलियंगे चूलिए सीसपहेलियंगे सीसपहेलिया पलिओवमे सागरोवमे ओसप्पिणी उस्सप्पिणी पोग्गलपरियट्टे तीतद्धा अणागयद्धा सव्वद्धा । से तं पुव्वाणुपुव्वी ।
से किं तं पच्छाणुपुव्वी ? पच्छाणुपुव्वी सव्वद्धा अणागतद्धा जाव समए ।