________________
૧૫ર |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ક્ષેત્રાનુપૂર્વીના ભાગદ્વારમાંદ્રવ્યાનુપૂર્વીના ભાગદ્વારનો અતિદેશ કરેલ છે અર્થાત્ દ્રવ્યાનુપૂર્વીના ભાગદ્વારની જેમ ક્ષેત્રાનુપૂર્વી અને કાલાનુપૂર્વીનો ભાગદ્વાર જાણવો.
અનાનુપુર્નીમાં એક સમયની સ્થિતિનું એક જ સ્થિતિસ્થાન છે, અવક્તવ્ય દ્રવ્યમાં પણ બે સમયની સ્થિતિરૂપ એક જ સ્થિતિસ્થાન છે જ્યારે આનુપૂર્વીદ્રવ્યમાં ત્રણ, ચાર, સંખ્યાત, અસંખ્યાત સમયની સ્થિતિના અસંખ્યાત સ્થિતિસ્થાન છે. આ રીતે આનુપૂર્વી શેષ અનાનુપૂર્વી અને અવક્તવ્યદ્રવ્ય કરતાં અસંખ્યાત ભાગોથી અધિક છે અને આનુપૂર્વીની અપેક્ષાએ શેષ બંને દ્રવ્ય અસંખ્યાત ભાગન્યૂન છે.
ભાવ અને અલ્પબદુત્વ :| १८ भावो वि तहेव । अप्पाबहुं पि तहेव णेयव्वं जाव से तं अणुगमे । से तं गम-ववहाराणं अणोवणिहिया कालाणुपुव्वी । ભાવાર્થ :- ભાવાર અને અલ્પબદુત્વ દ્વારનું કથન ક્ષેત્રાનુપૂર્વ પ્રમાણે સમજવું યાવત્ અનુગામનું આ સ્વરૂપ છે. આ પ્રમાણે નૈગમ-વ્યવહારનયસંમત અનૌપનિધિકી કાલનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું. વિવેચન :
આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય આ ત્રણે દ્રવ્ય સાદિ પરિણામિક ભાવવાળા છે.
અવક્તવ્ય દ્રવ્ય સ્વભાવથી જ સર્વથી થોડા છે. તેથી અનાનુપૂર્વી દ્રવ્ય વિશેષાધિક અને તેથી આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાતગણા અધિક છે. આ અસંખ્યાતગણી અધિકતા ક્ષેત્રાનુપૂર્વીના ભાગ દ્વારા પ્રમાણે જાણવી.
નૈગમ-વ્યવહારનયસંમત અનૌપનિધિતી કાલાનુપૂર્વીનો અંતિમ ભેદ અનુગમ છે અને અનુગમનો અંતિમ ભેદ અલ્પબદુત્વ છે. તેથી અહીં અલ્પ બહુત્વનું વર્ણન પૂર્ણ થતાં નૈગમ-વ્યવહારનય સંમત અનૌપનિધિતી કાલાનુપૂર્વીનું વર્ણન સમાપ્ત થયું. સંગ્રહનપસંમત અનૌપનિધિ કી કાલાનુપૂર્વી - |१९ से किं तं संगहस्स अणोवणिहिया कालाणुपुव्वी ? संगहस्स अणोवणिहिया कालाणुपुव्वी पंचविहा पण्णत्ता, तं जहा- अट्ठपयपरूवणया, भंगसमुक्कित्तणया, भंगोवदसणया, समोयारे, अणुगमे । ભાવાર્થ - પ્રશ્ન- સંગ્રહનયસંમત અનોપનિધિકી કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સંગ્રહનયસંમત અનપનિધિકી કાલાનુપૂર્વી પાંચ પ્રકારની છે, તે આ પ્રમાણે- (૧) અર્થપદ પ્રરૂપણા (૨) મંગસમુત્કીર્તનતા (૩) ભંગોપદર્શનતા (૪) સમવતાર (૫) અનુગમ.