________________
પ્રકરણ ૮/કાલાનુપૂર્વી
.
[ ૧૫૧ |
આનુપૂર્વીદ્રવ્યના જઘન્ય ઉત્કૃષ્ટ એક—બે સમયના વિરહકાળનું કારણ એ છે કે ત્રણ સમયથી લઈ અસંખ્યાત સમયની સ્થિતિવાળા દ્રવ્ય આનુપૂર્વી કહેવાય છે. તે આનુપૂર્વીપણાને ત્યાગી એક સમયની સ્થિતિવાળા અનાનુપૂર્વી દ્રવ્યરૂપે પરિણત થઈ પુનઃ ત્રણાદિ સમયની સ્થિતિ પ્રાપ્ત કરી લે ત્યારે જઘન્ય વિરહકાળ થાય અને આનુપૂર્વીપણાને ત્યાગી એ સમયની સ્થિતિવાળા અવક્તવ્ય દ્રવ્યરૂપે પરિણત થઈ પુનઃ આનુપૂર્વીને પ્રાપ્ત થાય ત્યારે ઉત્કૃષ્ટ બે સમયનો વિરહકાળ થાય. તે યુગલ ત્રણ, ચાર, પાંચ વગેરે સમયની સ્થિતિવાળા દ્રવ્યરૂપે પરિણત થાય તો તે આનુપૂર્વીરૂપ જ ગણાય માટે એક અને બે સમયનો જ વિરહકાળ કહ્યો છે.
એક સમયની સ્થિતિવાળા અનાનુપૂર્વી દ્રવ્ય અનાનુપૂર્વીત્વને ત્યાગી એ સમયની સ્થિતિ પ્રાપ્ત કરી પુનઃ એક સમયની સ્થિતિ પામે ત્યારે જઘન્ય બે સમયનો વિરહકાળ થાય અને ત્રણ, ચાર સમયથી લઈ અસંખ્યાતકાળની સ્થિતિ પામી, અસંખ્યાતકાળ પછી પુનઃ એક સમયની સ્થિતિ પામે ત્યારે ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનો વિરહકાળ કહેવાય. અનાનુપૂર્વી દ્રવ્ય સ્વયં એક સમયની સ્થિતિવાળા હોવાથી તેનો જઘન્ય વિરહકાળ બે સમયનો સમજવો.
અવક્તવ્ય દ્રવ્ય બે સમયની સ્થિતિવાળા હોય છે, તે બે સમયની સ્થિતિ પૂર્ણ કરી એક સમયની સ્થિતિવાળા અનાનુપૂર્વીપણાને પામી પુનઃ બે સમયની સ્થિતિને પ્રાપ્ત થાય ત્યારે વિરહકાળ એક સમયનો થાય છે અને ત્રણ–ચાર સમયથી લઈ અસંખ્યાતકાળની સ્થિતિએ આનુપૂર્વીપણાને પ્રાપ્ત થઈ પુનઃ બે સમયની સ્થિતિવાળા અવક્તવ્યપણાને પામે ત્યારે ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનો વિરહકાળ થાય છે.
અનેક આનુપૂર્વીદ્રવ્ય, અનેક અનાનુપૂર્વી દ્રવ્ય અને અનેક અવક્તવ્ય દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી. આ ત્રણે દ્રવ્યોનો લોકમાં સર્વદા સદુભાવ હોય છે, તેથી તેનો વિરહકાળ નથી.
ભાગદ્વાર :१७ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं सेसदव्वाणं कइभागे होज्जा ? पुच्छा । जहेव खेत्ताणुपुव्वीए । ભાવાર્થ – પ્રશ્ન– નૈગમ-વ્યવહારનય સંમત આનુપૂર્વીદ્રવ્ય શેષ દ્રવ્યોના કેટલામા ભાગ પ્રમાણ છે?
ઉત્તર- ક્ષેત્રાનુપૂર્વીના ભાગદ્વાર પ્રમાણે ત્રણેનું વક્તવ્ય જાણવું. આનુપૂર્વી દ્રવ્ય, અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય કરતાં અસંખ્યાત ભાગ અધિક છે. અનાનુપૂર્વી દ્રવ્ય, આનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય કરતાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. અવક્તવ્ય દ્રવ્ય, આનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય કરતાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અર્થાત્ અસંખ્યાતભાગ ન્યૂન છે.
વિવેચન :
કાલાનુપૂર્વીના ભાગદ્વારને વર્ણવતા આ સૂત્રમાં ક્ષેત્રાનુપૂર્વીના ભાગદ્વારનો અતિદેશ કરેલ છે.