________________
૧૫૦ |
શ્રી અયોગવાર સૂત્ર
અંતર :|१६ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाणमंतरं कालओ केवचिरं होइ ? एगं दव्वं पडुच्च जहण्णेणं एग समयं उक्कोसेणं दो समया, णाणादव्वाइं पडुच्च णत्थि अंतरं ।
णेगम-ववहाराणं अणाणुपुव्वीदव्वाणं अंतरं कालओ केवचिरं होइ? एगदव्वं पडुच्च जहण्णेणं दो समया उक्कोसेणं असंखेज्जं कालं, णाणादव्वाई पडुच्च पत्थि अंतरं ।
णेगम-ववहाराणं अवत्तव्वगदव्वाणं पुच्छा । एगदव्वं पडुच्च जहण्णेणं एग समयं उक्कोसेणं असंखेज्जं कालं, णाणादव्वाइं पडुच्च णत्थि अंतरं । ભાવાર્થ - પ્રશ્ન-નૈગમ વ્યવહારનય સંમત આનુપૂર્વીદ્રવ્યનું કાળાપેક્ષાએ અંતર કેટલા સમયનું હોય છે?
ઉત્તર– એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ બે સમયનું અંતર છે અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી.
પ્રશ્ન- નૈગમ વ્યવહારનયસંમત અનાનુપૂર્વી દ્રવ્યોનું અંતર કેટલા સમયનું છે?
ઉત્તર- એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનું અંતર છે અને અનેક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી.
પ્રશ્ન- નૈગમ વ્યવહારનયસંમત અવક્તવ્ય દ્રવ્યનું અંતર કેટલા સમયનું છે?
ઉત્તર- એક દ્રવ્યની અપેક્ષાએ અવક્તવ્ય દ્રવ્યનું જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનું અંતર છે. અનેક અવક્તવ્ય દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી. વિવેચન :
આ સૂત્રોમાં આનુપૂર્વી વગેરે દ્રવ્યોનું અંતર–વિરહકાળને વર્ણવવામાં આવ્યો છે. આનુપૂર્વી વગેરે દ્રવ્ય આનુપૂર્વીરૂપ પરિણામને ત્યાગી અન્ય પરિણામને પામી પુનઃ જેટલા સમય પછી આનુપૂર્વીપણાને પ્રાપ્ત થાય તેટલા સમયને અંતરકાળ કે વિરહકાળ કહેવાય છે.
(૧) આનુપૂર્વીદ્રવ્યનો વિરહકાળ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ એ સમયનો છે. (૨) અનાનુપૂર્વીદ્રવ્યનો વિરહકાળ જઘન્ય બે સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનો છે. (૩) અવક્તવ્યદ્રવ્યનો વિરહકાળ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ છે.