________________
પ્રકરણ ૮/કાલાનુપૂર્વી
|
૧૪૭ |
जाव पुच्छा।
एगदव्वं पडुच्च लोगस्स संखेज्जइभागे वा होज्जा जाव असंखेज्जेसु वा भागेसु होज्जा, देसूणे वा लोए होज्जा, णाणादव्वाइं पडुच्च णियमा सव्वलोए होज्जा । एवं अणाणुपुव्वी अवत्तव्वयदव्वाणि भाणियव्वाणि जहा णेगमववहाराण खेत्ताणुपुव्वीए । ભાવાર્થ :- પ્રશ્ન-નૈગમ-વ્યવહારનય સંમત આનુપૂર્વી દ્રવ્ય લોકના સંખ્યાતમા ભાગમાં, અસંખ્યાતમાં ભાગમાં, સખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગો કે સર્વલોકમાં રહે છે?
ઉત્તર– એક દ્રવ્યની અપેક્ષાએ સમસ્ત આનુપૂર્વી દ્રવ્ય- (૧) લોકના સંખ્યાતમા ભાગમાં, (૨) અસંખ્યાતમા ભાગમાં, (૩) સંખ્યાત ભાગોમાં, (૪) અસંખ્યાત ભાગોમાં (૫) દેશોન લોકમાં રહે છે. અનેક દ્રવ્યોની અપેક્ષાએ નિયમથી સર્વલોકમાં રહે છે.
અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યોની વક્તવ્યતા નૈગમ-વ્યવહારનય સંમત ક્ષેત્રાનુપૂર્વી પ્રમાણે જાણવી અર્થાતુ એક દ્રવ્યની અપેક્ષાએ તે બંને દ્રવ્ય લોકના સંખ્યામાં ભાગ, સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગો કે સર્વલોકમાં અવગાઢ નથી પરંતુ અસંખ્યાતમા ભાગમાં રહે છે. અનેક દ્રવ્યોની અપેક્ષાએ તે બંને અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય સર્વ લોકમાં વ્યાપ્ત છે. १४ एवं फुसणा कालाणुपुव्वीए वि तहा चेव भाणियव्वा । ભાવાર્થ :- કાલાનુપૂર્વીના સ્પર્શના દ્વારનું કથન ક્ષેત્રાનુપૂર્વીની જેમજ જાણવું. વિવેચન :
આ બે સૂત્રમાં કાલાનુપૂર્વીગત આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય દ્રવ્યના ક્ષેત્ર અને સ્પર્શનાનો વિચાર કરવામાં આવ્યો છે. કાલાનુપૂર્વાની અપેક્ષાએ ત્રણથી વધુ સમયની સ્થિતિવાળા દ્રવ્યો આનુપૂર્વી કહેવાય છે. આ ત્રણ, ચાર, સમયથી લઈ અસંખ્યાત સમયની સ્થિતિવાળા આનુપૂર્વી દ્રવ્ય આકાશના એક પ્રદેશથી લઈ અસંખ્યાત પ્રદેશ પર અવગાહન કરી શકે છે. આ આનુપૂર્વી દ્રવ્ય જો એક—બે-ત્રણ વગેરે આકાશ પ્રદેશને અવગાહે તો લોકનો અસંખ્યાતમો ભાગ તેનું ક્ષેત્ર કહેવાય. તે જ રીતે કેટલાક લોકના સંખ્યાતમા ભાગને, કેટલાક આનુપૂર્વીદ્રવ્ય સંખ્યાત ભાગોને, કેટલાક અસંખ્યાત ભાગોને અને કેટલાક દેશોન લોકને અવગાહે છે. પરંતુ કોઈ એક પુદ્ગલ સ્કંધની અપેક્ષાએ કાલાનુપૂર્વીગત આનુપૂર્વી દ્રવ્ય સર્વલોક વ્યાપી નથી. અચિત્ત મહાસ્ક દ્રવ્ય સર્વલોકવ્યાપી બની શકે છે પરંતુ કાલની વિવક્ષામાં તે આનુપૂર્વી દ્રવ્ય નથી. તે એક સમય માટે લોકવ્યાપી બને છે. સર્વલોક વ્યાપી સ્કલ્પરૂપે તેની સ્થિતિ એક સમયની જ છે અને એક સમયની સ્થિતિવાળા દ્રવ્ય કાળની અપેક્ષાએ અનાનુપૂર્વી કહેવાય છે. તેથી અચિત્ત મહાસ્કન્ધની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યને સર્વલોકવ્યાપી ન કહી શકાય.