________________
[ ૧૪૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
કેવળ સમુદ્દઘાતની જેમ અચિત્ત મહાસ્કન્ધ પણ આઠ સમયનો છે. પ્રથમ સમયે દંડ, બીજા સમયે કપાટ, ત્રીજા સમયે મંથાન આકારે વિસ્તાર પામી, ચોથા સમયે લોકવ્યાપી બની, પુનઃ પાંચમાં સમયે મંથાન, છઠ્ઠા સમયે કપાટ, સાતમા સમયે દંડને સંકોચી આઠમા સમયે મૂળરૂપને પ્રાપ્ત થાય છે. આ રીતે આઠ સમયમાં અચિત્ત મહાસ્કન્ધ બને છે. તેથી તેની સ્થિતિ આઠ સમયની કહેવાય અને આઠ સમયની સ્થિતિ હોવાથી તે આનુપૂર્વી દ્રવ્ય જ ગણાય અને અચિત્ત મહાસ્કન્ધની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યને સર્વલોક વ્યાપી માનવું જોઈએ. આવું કોઈ કથન કરે તો તેને કહેવું જોઈએ કે દંડ, કપાટ, મંથાન વગેરે એક–એક સમયે તે સ્કન્ધની અવસ્થા બદલાય છે માટે તે એક એક સમયની સ્થિતિવાળી અલગઅલગ અનાનુપૂર્વી છે. દંડ અનાનુપૂર્વી, કપાટ અનાનુપૂર્વી તરીકે તે ઓળખાવી શકાય છે.
કાલાનુપૂર્વીગત આનુપૂર્વીનું ક્ષેત્ર દેશોન લોક છે. કાળમાં માત્ર ક્ષેત્રની વિવક્ષાથી ત્રણ પ્રદેશ ન્યૂન અર્થાત્ દેશોન ન્યૂન આનુપૂર્વી દ્રવ્ય માનવા જોઈએ. તેથી તે ત્રણ પ્રદેશમાંથી એક પ્રદેશ પર અનાનુપૂર્વી અને બે આકાશ પ્રદેશ ઉપર અવક્તવ્ય દ્રવ્ય રહી શકે. આ વિધાન ક્ષેત્રની વિવક્ષાથી કાલાનુપૂર્વીમાં સમજવું.
આ સૂત્રમાં સૂત્રકારે અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યનું ક્ષેત્ર, ક્ષેત્રાનુપૂર્વીની જેમ લોકના અસંખ્યાતમા ભાગમાં છે, તેવું વિધાન કરેલ છે, તે એક અપેક્ષાએ સમજવું. કાલની અપેક્ષાએ એક સમયની સ્થિતિવાળા દ્રવ્યો અનાનુપૂર્વી, બે સમયની સ્થિતિવાળા દ્રવ્યો અવક્તવ્યો છે. આ કાલ સાપેક્ષ અનાનુપૂર્વીઅવક્તવ્ય દ્રવ્યો એક પ્રદેશાવગાઢ, બે પ્રદેશાવગાઢથી લઈ અસંખ્યાત પ્રદેશાવગાઢ પણ હોઈ શકે છે. તેથી આ બંને દ્રવ્યો લોકના સંખ્યામાં ભાગ, અસંખ્યાતમાં ભાગ, સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગો તથા લોકવ્યાપી પણ સંભવે છે. સુત્રકારે કાલાનુપૂર્વીના અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યના ક્ષેત્ર વર્ણન માટે ક્ષેત્રાનુપૂર્વીનો અતિદેશ કરેલ છે. ક્ષેત્રાનુપૂર્વીમાં તો એક પ્રદેશાવગાઢ દ્રવ્ય અનાનુપૂર્વી અને બે પ્રદેશાવગાઢ દ્રવ્ય અવક્તવ્ય કહેવાય છે. એક—બે આકાશ પ્રદેશો તો લોકના અસંખ્યાત ભાગરૂપ હોય છે માટે ક્ષેત્રાનુપૂર્વીગત અનાનુપૂર્વી, અવક્તવ્ય દ્રવ્ય નિયમા લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. એક સમયની સ્થિતિવાળા કાલાનુપૂર્વી દ્રવ્ય અને એ સમયની સ્થિતિવાળા અવક્તવ્ય દ્રવ્ય એક—બે પ્રદેશવગાઢ હોય તો તે લોકના અસંખ્યાતમા ભાગરૂપ ક્ષેત્રને અવગાહે છે તે અપેક્ષાએ કાળગત અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય ક્ષેત્રાનુપૂર્વીની જેમ લોકના અસંખ્યાતમા ભાગમાં અવગાહે છે તેવું વિધાન સમજવું. આ અપેક્ષા વિના તો અનાનુપૂર્વી દ્રવ્ય લોકના સંખ્યામાં ભાગ, અસંખ્યાતમા ભાગ, સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગો અને અચિત્ત મહાસ્કન્ધ આશ્રી લોકને અવગાહે છે અને અવક્તવ્ય દ્રવ્ય લોકના સંખ્યાતમા ભાગ, અસંખ્યાતમા ભાગ,સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગો તથા દેશોન લોકને અવગાહે છે. સ્પર્શના, ક્ષેત્ર કરતાં કાંઈક અધિક હોય છે.
કાળ :१५ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं कालओ केवचिरं होति ? एगं दव्वं पडुच्च जहण्णेणं तिण्णि समया उक्कोसेणं असंखेज्जं कालं, णाणादव्वाई