________________
[ ૧૪૬ ]
શ્રી અયોગવાર સૂત્ર
નિયમા અસ્તિરૂપે છે. દ્રવ્ય પ્રમાણ :|१२ णेगमववहाराणं आणुपुव्वीदव्वाइं किं संखेज्जाइं असंखेज्जाई अणंताई? तिण्णि वि णो संखेज्जाइं, असंखेज्जाइं, णो अणंताई । ભાવાર્થ - પ્રશ્ન- આનુપૂર્વી દ્રવ્ય સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે?
ઉત્તર- આનુપૂર્વી વગેરે ત્રણે દ્રવ્ય સંખ્યાત કે અનંત નથી પરંતુ અસંખ્યાત છે. વિવેચન :
આ સૂત્રમાં કાલાનુપૂર્વીગત આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યનું દ્રવ્ય પ્રમાણ બતાવ્યું છે. આ ત્રણે દ્રવ્ય અસંખ્યાત છે.
અહીં પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે પુદ્ગલ દ્રવ્ય અનંત છે તો કાલાનુપૂર્વીગત આનુપૂર્વી વગેરેનું દ્રવ્ય પ્રમાણ અનંતના બદલે અસંખ્યાત કેમ કહેવામાં આવે છે?
તેનું સમાધાન એ છે કે કાલાનુપૂર્વીમાં કાળની પ્રધાનતા હોવાથી ત્રણ સમયની સ્થિતિવાળા દ્રવ્યો, ચાર સમયની સ્થિતિવાળા, પાંચ સમયાદિની સ્થિતિવાળા અનંત દ્રવ્યો પણ એક–એક દ્રવ્યરૂપે ગણાય છે. દ્રવ્યના સ્થિતિ સ્થાન અસંખ્યાત છે માટે આનુપૂર્વી વગેરે દ્રવ્ય અસંખ્યાત કહ્યા છે.
સ્થિતિ સ્થાન અસંખ્યાત હોવાથી કાલાનુપૂર્વીગત આનુપૂર્વીની અસંખ્યાત દ્રવ્ય પ્રમાણતા તો સિદ્ધ થઈ જાય છે પરંતુ એકસમયની સ્થિતિવાળા દ્રવ્યો અનાનુપૂર્વી કહેવાય છે. તેનું એક સમય'નું એક જ સ્થિતિ સ્થાન બને અને એ સમયની સ્થિતિવાળા દ્રવ્યો અવક્તવ્ય કહેવાય છે. તેનું બે સમયનું એક જ સ્થિતિ સ્થાન બને તેથી તેમાં કાળવિવક્ષાથી એકજ દ્રવ્યપ્રમાણતા અને દ્રવ્યવિવક્ષાથી અનંત દ્રવ્ય પ્રમાણતા પ્રાપ્ત થાય પરંતુ આ સૂત્રમાં અનાનુપૂર્વી-અવક્તવ્ય કાલાનુપૂર્વીને અસંખ્યાત કહ્યા છે તે કેવી રીતે ઘટિત થાય? આ પ્રશ્નનું સમાધાન કરતાં શાસ્ત્રકાર કહે છે કે કાલાનુપૂર્વીગત અનાનુપૂર્વી અને અવક્તવ્યની અસંખ્યાત દ્રવ્ય પ્રમાણતા ક્ષેત્રની વિવક્ષાથી કહેવામાં આવે છે. એક–એક સમયની સ્થિતિવાળા અનાનુપૂર્વી દ્રવ્યો અને બે—બે સમયની સ્થિતિવાળા અવક્તવ્ય દ્રવ્યો લોકના એક પ્રદેશથી લઈ અસંખ્યાત આકાશપ્રદેશ ઉપર અવગાહન કરે છે. પુલ દ્રવ્ય એક પ્રદેશાવગાઢથી લઈ અસંખ્યાત પ્રદેશાવગાઢ જ હોય છે. આ રીતે આધારભૂત ક્ષેત્રની અપેક્ષાએ અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યની દ્રવ્ય પ્રમાણતા અસંખ્યાત બતાવી છે.
ક્ષેત્ર અને સ્પર્શના :१३ गमववहाराणं आणुपुव्वीदव्वाइं लोगस्स किं संखेज्जइभागे होज्जा ?