________________
પ્રકરણ /કાલાનુપૂર્વી
.
| ૧૪૫ |
કાલાનુપૂર્વીના આનુપૂર્વી દ્રવ્ય, અનાનુપૂર્વી દ્રવ્ય અને અવક્તવ્ય દ્રવ્ય, આ ત્રણની અપેક્ષાએ ત્રણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
પ્રશ્ન- આનુપૂર્વીદ્રવ્ય શું આનુપૂર્વી દ્રવ્યમાં, અનાનુપૂર્વી દ્રવ્યમાં કે અવક્તવ્ય દ્રવ્યમાં સમવતરિત થાય છે?
ઉત્તર- આનુપૂર્વી દ્રવ્ય આનુપૂર્વી દ્રવ્યમાં સમવતરિત (સમાવિષ્ટ) થાય છે. અનાનુપૂર્વી કે અવક્તવ્ય દ્રવ્યમાં નહીં
તે જ રીતે અનાનુપૂર્વી દ્રવ્ય અનાનુપૂર્વી દ્રવ્યમાં અને અવક્તવ્ય દ્રવ્ય અવક્તવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે. આ રીતે આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય, આ ત્રણે દ્રવ્ય પોત-પોતાના સ્થાનજાતિમાં અંતર્ભત થાય છે.
અનુગમ :|१० से किं तं अणुगमे ? अणुगमे णवविहे पण्णत्ते । तं जहासंतपयपरूवणया, जाव अप्पाबहु चेव ॥१५॥
ભાવાર્થ :- પ્રશ્ન- અનુગમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અનુગામના નવ પ્રકાર કહ્યા છે તે આ પ્રમાણે- (૧) સત્પદપ્રરૂપણા યાવત (૯) અલ્પબદ્ધત્વ.
વિવેચન :
આ સૂત્રમાં અનુગામના નવ પ્રકારમાંથી પ્રથમ સત્પદ પ્રરૂપણા અને અંતિમ અલ્પબદુત્વનો નામોલ્લેખ કર્યો છે. શેષ સાત પ્રકારના ગ્રહણનો સંકેત 'ના' યાવત્ પદ દ્વારા કર્યો છે. તે નવ પ્રકાર (ગાથા ૧૫ દ્વારા)આ પ્રમાણે છે– (૧) સત્પદપ્રરૂપણા, (૨) દ્રવ્યપ્રમાણ, (૩) ક્ષેત્ર, (૪) સ્પર્શના, (૫) કાળ, (૬) અંતર, (૭) ભાગ, (૮) ભાવ અને (૯) અલ્પબદુત્વ.
સત્પદપ્રરૂપણા :११ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं किं अत्थि णत्थि ? णियमा तिण्णि वि अस्थि । ભાવાર્થ :-પ્રશ્ન-નગમ-વ્યવહારનયસંમત[કાલઆનુપૂર્વી દ્રવ્ય અસ્તિરૂપે છે કે નાસ્તિરૂપ છે?
ઉત્તર- નૈગમ-વ્યવહારનયસંમત[કાલ]આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય, આ ત્રણે દ્રવ્ય