________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
अणाणुपुव्वी, दुसमयट्ठिईए अवत्तव्वए, तिसमयईियाओ आणुपुव्वीओ एगसमयट्ठिईयाओ अणाणुपुव्वीओ दुसमयट्ठिईयाइं अवत्तव्वयाइं । एवं दव्वाणुगमेणं ते चेव छव्वीस भंगा भाणियव्वा, जाव से तं णेगम - ववहाराणं भंगोवदंसणया । ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ–વ્યવહારનય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે ?
૧૪૪
ઉત્તર– ત્રણ, ચાર આદિ સમયની સ્થિતિવાળા એક–એક દ્રવ્ય આનુપૂર્વી, એક સમયની સ્થિતિ– વાળા એક—એક દ્રવ્ય અનાનુપૂર્વી અને બે સમયની સ્થિતિવાળા એક–એક દ્રવ્ય અવક્તવ્ય કહેવાય છે. ત્રણ સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક આનુપૂર્વી, એક સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક અનાનુપૂર્વી તથા બે સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક અવક્તવ્ય કહેવાય છે. દ્રવ્યાનુપૂર્વીની જેમ અહીં પણ છવ્વીસ ભંગોનું સ્પષ્ટીકરણ કરવું, એક–એક ભંગનું સ્વરૂપ દર્શન કરાવે તે ભંગોપદર્શનતા કહેવાય છે.
વિવેચન :
અનૌપનિધિકી કાલાનુપૂર્વીના બીજા ભેદ ભંગસમુત્કીર્તનતામાં સંભવિત ભંગોનો નામોલ્લેખ કરવામાં આવે છે. ત્રીજા ભેદ ભંગોપદર્શનતામાં તે જ ભંગોના સ્વરૂપનું દર્શન સૂત્રકાર કરાવે છે. ભંગસમુત્કીર્તનતામાં અર્થપદ પ્રરૂપણતાના વિષયભૂત આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્યના છવ્વીસભંગનું કથન કર્યું છે અને આ સૂત્રમાં તે ભંગોનું સ્વરૂપ બતાવ્યું છે. કાલાનુપૂર્વીમાં કાલની પ્રધાનતા છે. કાળથી પુદ્ગલ દ્રવ્યનો વિચાર કરતા, પુદ્ગલ દ્રવ્યની તે જ સ્વરૂપે રહેવાની કાલમર્યાદાના આધારે અનુપૂર્વી આદિ સંભવે છે. એક સમયની સ્થિતિવાળા એક–એક પરમાણુથી લઈ અનંતપ્રદેશી સ્કંધ વગેરે દ્રવ્ય એક અનાનુપૂર્વી કહેવાય છે. એક સમયની સ્થિતિવાળા અનેક પરમાણુ વગેરે દ્રવ્ય અનેક અનાનુપૂર્વી કહેવાય છે. આ જ પ્રમાણે શેષ ભંગોનું સ્વરૂપ સમજવું જોઈએ.
સમવતાર :
९ से किं तं समोयारे ? समोयारे णेगम - ववहाराणं आणुपुव्वीदव्वाई कहि समोयरंति ? जाव तिण्णि वि सट्ठाणे समोयरंति त्ति भाणियव्वं । से तं समोयारे ।
ભાવાર્થ :- પ્રશ્ન- સમવતારનું સ્વરૂપ કેવું છે ? નૈગમ–વ્યવહારસંમત અનેક આનુપૂર્વી દ્રવ્યો ક્યાં સમવતાર પામે છે ? અર્થાત્ ક્યાં સમાવિષ્ટ થાય છે ? યાવત્
ઉત્તર– ત્રણે સ્વ–સ્વ સ્થાનમાં સમવતરિત થાય છે. આ સમવતારનું સ્વરૂપ જાણવું.
વિવેચન :
સમવતાર એટલે સમાવિષ્ટ થવું. તે તે દ્રવ્યમાં અંતર્ભૂત થવું. નૈગમવ્યવહારનયસંમત