________________
પ્રકરણ ૮/કાલાનુપૂવી
[ ૧૪૭ |
સમય
સંખ્યાત
સ્થિતિવાળા
સમયની સ્થિતિવાળા એક પ્રદેશાવગાઢ થી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુગલો
પુદ્ગલો
એક, બે, ત્રણાદિ સમયની સ્થિતિવાળા દ્રવ્ય એક પણ હોઈ શકે અને અનેક પણ હોઈ શકે માટે આનુપૂર્વી, અવક્તવ્ય અને અનાનુપૂર્વી, આ ત્રણેનું એકવચન અને બહુવચનથી કથન કર્યું છે. ભંગ સમુત્કીર્તનતા :|६ से किं तं णेगम-ववहाराणं भंगसमुक्कित्तणया ?
णेगम-ववहाराणं भंगसमुक्कित्तणया अत्थि आणुपुव्वी, अत्थि अणाणुपुव्वी, अत्थि अवत्तव्वए, एवं दव्वाणुपुव्वीगमेणं कालाणुपुव्वीए वि ते चेव छव्वीसं भंगा भाणियव्वा जाव से तं णेगम-ववहाराणं भंगसमुक्कित्तणया। ભાવાર્થ – પ્રશ્નનગમ-વ્યવહારનયસંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-નગમ-વ્યવહારનયસંમત દ્રવ્યાનુપૂર્વીની જેમ કાલાનુપૂર્વીની ભંગસમુર્કીતનતામાં (૧) આનુપૂર્વી છે, (૨) અનાનુપૂર્વી છે, (૩) અવક્તવ્ય છે વગેરે છવ્વીસભંગ જાણવા. યાવત્ આ રીતે નૈગમવ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ છે. વિવેચન :
આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય આ ત્રણ એકવચનાત્ત, ત્રણ બહુવચનાત્ત, તે રીતે અસંયોગી છ ભંગ, દ્રિકસંયોગી બાર અને ત્રિસંયોગી આઠ ભંગ થાય. આ રીતે ૬+ ૧૨ + ૮ = ૨૬, કાલાનુપૂર્વીના ભંગસમુત્કીર્તનતાના છવ્વીસ ભંગ દ્રવ્યાનુપૂર્વીની જેમ જાણવા. | ७ एयाए णं णेगम-ववहाराणं जाव किं पओयणं ? एयाए णं णेगमववहाराणं जाव भंगोवदसणया कज्जइ । ભાવાર્થ - પ્રશ્ન- આ નૈગમ-વ્યવહાર નયસંમત ભંગસમુત્કીર્તનતાનું શું પ્રયોજન છે?
ઉત્તર- આ નૈગમ-વ્યવહાર નયસંમત ભંગસમુત્કીર્તનતા દ્વારા ભંગોપદર્શન કરાય છે. ભગોપદર્શનતા :| ८ से किं तं गम-ववहाराणं भंगोवदसणया ?
णेगम-ववहाराणं भगोवदसणया-तिसमयट्ठिईए आणुपुव्वी, एगसमयट्ठिईए