________________
[ ૧૪૨ ]
શ્રી અયોગવાર સૂત્ર
जाव भंगसमुक्कित्तणया कज्जइ । ભાવાર્થ :- આ નૈગમ-વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણાનું શું પ્રયોજન છે? વાવ તેના દ્વારા ભંગસમુત્કીર્તનતા કરાય છે. તે તેનું પ્રયોજન છે. વિવેચન :
આ સૂત્રોમાં સૂત્રકારે કાળદ્રવ્યને પ્રધાન કરી, કાળપર્યાય વિશિષ્ટ દ્રવ્ય દ્વારા કાલાનુપૂર્વીનું વર્ણન કર્યું છે.
આનુપૂર્વી એટલે ક્રમથી દ્રવ્યનું સ્થાપન કરવું. પરમાણુથી લઈ અનંતપ્રદેશી સ્કંધ જે એક સમયની સ્થિતિવાળા હોય તે કાળની અપેક્ષાએ અનાનુપૂર્વી કહેવાય છે.
બે સમયની સ્થિતિવાળા દ્રવ્યોમાં એક અને બીજા સમય વચ્ચે પૂર્વપશ્ચાતુ ભાવ ઘટિત થાય છે, તેથી તેને અનાનુપૂર્વી કહી ન શકાય, તેમજ મધ્યનો અભાવ હોવાથી સંપૂર્ણ ગણનાનુક્રમ સંભવિત નથી, તેથી આનુપૂર્વી કહી ન શકાય, તેથી તેને અવક્તવ્ય કહેવામાં આવે છે. ત્રણ સમયથી લઈ અસંખ્યાત સમયની સ્થિતિવાળા દ્રવ્યમાં ગણના ક્રમ ઘટિત થાય છે, તેથી તેને આનુપૂર્વી કહેવામાં આવે છે. સ્વભાવથી જ કોઈપણ દ્રવ્ય અનંત સમયની સ્થિતિવાળા ન હોવાથી આનુપૂર્વીમાં ત્રણ સમયથી અસંખ્યાત સમયની સ્થિતિવાળા જ પુદ્ગલ દ્રવ્યને ગ્રહણ કરેલ છે.
શાસ્ત્રકારે કાળદ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વી વગેરેનું કથન કર્યું છે પરંતુ કાળદ્રવ્ય અરૂપી છે. સમજવામાં સુગમતા રહે તે માટે શાસ્ત્રકારે કાળમાં દ્રવ્યનો ઉપચાર કરી એક સમય આદિની સ્થિતિ વાળા પુદ્ગલ દ્રવ્યનું અહીં ગ્રહણ કર્યું છે. શાસ્ત્રકારે કોઈ સ્થાને માત્ર કાળની અપેક્ષાએ, કોઈક સ્થાને કાળમાં દ્રવ્યના ઉપચારથી અને કોઈક સ્થાને કાળમાં દ્રવ્ય-ક્ષેત્ર બંનેના ઉપચારથી આનુપૂર્વી આદિનું કથન કર્યું છે. જેમ કે અનુગમના બીજા પ્રકાર દ્રવ્યપ્રમાણમાં દ્રવ્ય ક્ષેત્ર દ્વારા અનાનુપૂર્વી-અવક્તવ્ય દ્રવ્યને અસંખ્યાત કહ્યા છે. આ ત્રણે પ્રકારની વ્યાખ્યા ચાર્ટથી સમજવી સુગમ છે.
કાળની અપેક્ષાએ આનુપૂર્વી આદિની વ્યાખ્યા કાળની | અપેક્ષાએ | કાળમાં દ્રવ્યના ઉપચારથી | કાળમાં દ્રવ્ય ક્ષેત્રના ઉપચારથી અનાનુપૂર્વી એક સમય | એક સમયની સ્થિતિવાળા પુદ્ગલ | એકસમયની સ્થિતિ,એક પ્રદેશાવગાઢથી
અસંખ્યાત પ્રદેશાવગઢ પુદ્ગલો અવક્તવ્ય બે સમય બે સમયની સ્થિતિવાળા પુદ્ગલ બે સમયની સ્થિતિવાળા એક
પ્રદેશાવગાઢથી લઈ અસંખ્યાત
પ્રદેશાવગાઢ પુદ્ગલ આનુપૂર્વી | ત્રણ સમયથી | ત્રણ સમયથી અસંખ્યાત સમયની | ત્રણ સમયથી લઈ અસંખ્યાત લઈ