________________
પ્રકરણ ક્ષેત્રાનપૂર્વી
| ૧૩૭ ]
जावदसपएसोगाढे, संखेज्जपएसोगाढे, असंखेज्जपएसोगाढे । सेतं पुव्वाणुपुव्वी। ભાવાર્થ – પ્રશ્ન પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- એક પ્રદેશાવગાઢ, દ્વિ પ્રદેશાવગાઢ થાવત દશપ્રદેશાવગાઢ, સંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોને કમથી સ્થાપવામાં આવે, તે ક્ષેત્ર સંબંધી પૂર્વાનુપૂર્વી કહેવાય. ३८ से किं तं पच्छाणुपुव्वी ? पच्छाणुपुव्वी- असंखेज्जपएसोगाढे जाव एगपए-सोगाढे । से तं पच्छाणुपुव्वी । ભાવાર્થ :- પ્રશ્ન– પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અસંખ્યાત પ્રદેશાવગાઢથી શરૂ કરી વિપરીત ક્રમથી એક પ્રદેશાવગાઢ પર્વતની સ્થાપનાને પશ્ચાનુપૂર્વી કહેવામાં આવે છે. |३९ से किं तं अणाणुपुव्वी ? अणाणुपुव्वी- एयाए चेव एगाइयाए एगुत्तरियाए असंखेज्जगच्छगयाए सेढीए अण्णमण्णब्भासो दुरूवूणो । से तं अणाणुपुव्वी । से तं ओवणिहिया खेत्ताणुपुव्वी । से तं खेत्ताणुपुव्वी । ભાવાર્થ :- એક પ્રદેશાવગાઢ પૂગલની એક સંખ્યાથી પ્રારંભ કરી, એક એકની વૃદ્ધિ કરતાં અસંખ્યાત પર્વતની શ્રેણી સ્થાપિત કરી તે સંખ્યાનો ક્રમશઃ પરસ્પર ગુણાકાર કરી જે રાશિ પ્રાપ્ત થાય, તેમાંથી આદિ અને અંતના બે ભંગ છોડીને શેષ ભંગ અનાનુપૂર્વી કહેવાય છે. આ અનાનુપૂર્વીનું સ્વરૂપ છે. આ રીતે ઓપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થાય છે અને સંપૂર્ણ ક્ષેત્રાનુપૂર્વીની વકતવ્યતા પણ પૂર્ણ થાય છે.
વિવેચન :
આ ચાર સૂત્રોમાં ક્ષેત્રાનુપૂર્વીનું બીજી રીતે પ્રરૂપણ કર્યું છે. આકાશ દ્રવ્ય સર્વદ્રવ્યને અવગાહનાસ્થાન આપે છે. તેથી આકાશ પ્રદેશની ગણના ક્ષેત્રમાં કરવામાં આવે છે. છ દ્રવ્યમાંથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આ બંને અખંડ દ્રવ્ય છે અને અસંખ્યાત પ્રદેશાવગાઢ છે તેથી તેમાં આનુપૂર્વી ઘટી શકે નહીં. પ્રત્યેક જીવ અસંખ્યાત આકાશ પ્રદેશ ઉપર જ સ્થિત થાય છે, તેથી તેમાં પણ આનુપૂર્વી ઘટિત થઈ શકે નહીં. કાળ દ્રવ્યના કાલાણુ એક–એક આકાશ પ્રદેશ ઉપર રહે છે, તેથી તેમાં પણ આનુપૂર્વી ઘટી ન શકે. એક પુદ્ગલ દ્રવ્ય એક, બે, ત્રણ, ચાર આદિ આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય છે માટે તેમાં આનુપૂર્વી ઘટિત થાય છે.
આકાશ દ્રવ્યના એક પ્રદેશ ઉપર જેટલા પુદ્ગલ રહે તે એક પ્રદેશાવગાઢ કહેવાય. જે પુદ્ગલ દ્રવ્ય આકાશના બે પ્રદેશ ઉપર વ્યાપીને રહે તે ક્રિપ્રદેશાવગાઢ કહેવાય. તે જ રીતે જે પુદ્ગલ દ્રવ્ય