________________
૧૩૬ ]
શ્રી અયોગવાર સૂત્ર
સ્થાપિત કરવા તેને પશ્ચાનુપૂર્વી કહેવાય છે. ३५ से किं तं अणाणुपुव्वी? अणाणुपुव्वी- एयाए चेव एगाइगाए एगुत्तरियाए पण्णरसगच्छगयाए सेढीए अण्णमण्णब्भासो दुरूवूणो । से तं अणाणुपुवी । ભાવાર્થ - પ્રશ્ન- ઉર્ધ્વલોક ક્ષેત્ર અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-એકને આદિમાં સ્થાપિત કરી એકોત્તર વૃદ્ધિ કરતા પંદર પર્વતની સંખ્યાની શ્રેણી–પંક્તિમાં સ્થાપિત કરી, તે સંખ્યાને ક્રમશઃ પરસ્પર ગુણા કરવાથી જે ભંગ રાશિ પ્રાપ્ત થાય તેના આદિ અને અંતના બે ભંગને છોડી શેષ ભંગોને અનાનુપૂર્વી કહેવામાં આવે છે. વિવેચન :
આ ચાર સૂત્રોમાં ઉર્ધ્વલોક ક્ષેત્ર સંબંધી વક્તવ્યતા છે. ઉદ્ગલોકમાં બાર દેવલોક, નવગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાન છે. સર્વથી ઉપર સિદ્ધશિલા-ઈષપ્રાગભારા પૃથ્વી છે.
સૌધર્માવલંસક વગેરે મુખ્યવિમાનના આધારે બારદેવલોકના બારનામ પ્રસિદ્ધિ પામ્યા છે. લોકરૂપ પુરુષની ગ્રીવાને સ્થાને આવેલ નવ વિમાન રૈવેયક રૂપે પ્રસિદ્ધિ પામ્યા છે અને અનુત્તર એટલે શ્રેષ્ઠ. દેવ વિમાનોમાં શ્રેષ્ઠ હોવાથી પાંચ વિમાન 'અનુત્તરવિમાન' તરીકે પ્રસિદ્ધ થયા છે. આ પાંચે વિમાનમાં સમ્યક્દષ્ટિ જીવો જ ઉત્પન્ન થાય છે. તેમાં ચાર વિમાન ચાર દિશામાં છે અને સર્વાર્થસિદ્ધ વિમાન તે ચાર વિમાનની વચ્ચે છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકાવતારી જીવો જ ઉત્પન્ન થાય છે. તે દેવ ભવ પછી મનુષ્યનો ભવ પામી મોક્ષે જાય છે. સિદ્ધશિલાથી ઉપરના ક્ષેત્રમાં સિદ્ધભગવંતો સ્થિત છે. તે પૃથ્વી થોડી નમેલી હોવાથી તેને ઈષપ્રાગભારા સંજ્ઞા પ્રાપ્ત થઈ છે.
સૌધર્મ કલ્પથી શરૂ કરી ક્રમથી ઈષ~ાગભારા પૃથ્વી પર્વતની સ્થાપનાને પૂર્વાનુપૂર્વી અને ઈષ~ાગુભારાથી શરૂ કરી વિપરીત ક્રમથી સૌધર્મ કલ્પ પર્વતની સ્થાપનાને પશ્ચાનુપૂર્વી કહેવામાં આવે છે. ૧ થી ૧૫ પર્યતની સંખ્યાને ક્રમશઃ પરસ્પરણા કરી જે રાશિ આવે તેમાં પ્રથમ અને અંતિમ ભંગને છોડી, શેષ ભંગો અનાનુપૂર્વી કહેવાય છે.
ઔપનિધિની ક્ષેત્રાનુપૂર્વીનું અન્ય પ્રકારે વર્ણન :|३६ अहवा ओवणिहिया खेत्ताणुपुव्वी तिविहा पण्णत्ता, तं जहापुव्वाणुपुव्वी, पच्छाणुपुव्वी, अणाणुपुव्वी । ભાવાર્થ – અન્ય અપેક્ષાએ ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીના ત્રણ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) પૂર્વાનુપૂર્વી (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી. | ३७ से किं तं पुव्वाणुपुव्वी ? पुव्वाणुपुव्वी- एगपएसोगाढे दुपएसोगाढे