________________
| પ્રકરણ ૭/હોત્રાનુપૂર્વી
| | ૧૩૫ ]
વૃતોદ સમુદ્રના પાણીનો સ્વાદ ઘી જેવો છે. (૬) ઈશુરસદ અને શેષ સર્વ સમુદ્રના પાણીનો સ્વાદ શેરડીના રસ જેવો છે.
અસંખ્યાત દ્વીપ–સમુદ્રમાંથી કેટલાક દ્વીપ–સમુદ્રના નામ શાસ્ત્રમાં બતાવ્યા છે. શેષ નામોનો શાસ્ત્રમાં નામોલ્લેખ નથી પરંતુ સ્વસ્તિક, કળશ, શુભવર્ણ, ગંધ વગેરે શુભનામોવાળી લોકમાં જેટલી વસ્તુઓ છે, તે નામાવાળા દ્વીપ-સમુદ્ર જાણવા. તેવો સંકેત શાસ્ત્રમાં છે.
જંબુદ્વીપ, લવણ સમુદ્રથી શરૂ કરી સ્વયંભૂરમણ સમુદ્ર પર્યત ક્રમથી કથન કરે તો તે પૂર્વાનુપૂર્વી કહેવાય, સ્વયંભૂરમણ સમુદ્રથી શરૂ કરી વિપરીત ક્રમથી જંબૂદ્વીપ સુધી સમુદ્ર-દ્વીપોને સ્થાપિત કરવા તેને પશ્ચાનુપૂર્વી કહેવાય અને એકથી પ્રારંભ કરી અસંખ્યાત રાશિ સુધી સંખ્યા સ્થાપિત કરી, પરસ્પર ગુણા કરી જે રાશિ આવે, તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગ છોડીને શેષ ભંગો અનાનુપૂર્વી કહેવાય છે.
ઊર્વલોક ક્ષેત્રાનુપૂર્વી :
३२ उड्डलोगखेत्ताणुपुव्वी तिविहा पण्णत्ता, तं जहा- पुव्वाणुपुव्वी पच्छाणुपुव्वी अणाणुपुव्वी । ભાવાર્થ:- ઉદ્ગલોક ક્ષેત્રાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે, તે આ પમાણે છે- (૧) પૂર્વાનુપૂર્વી (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી. |३३ से किं तं पुव्वाणुपुव्वी ? पुव्वाणुपुव्वी- सोहम्मे, ईसाणे, सणंकुमारे, माहिंदे, बंभलोए, लंतए, महासुक्के, सहस्सारे, आणए, पाणए, आरणे, अच्चुए, गेवेज्जविमाणा, अणुत्तरविमाणा, ईसिपब्भारा । से तं पुव्वाणुपुव्वी । ભાવાર્થ :- પ્રશ્ન- ઉદ્ગલોક ક્ષેત્ર પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- (૧) સૌધર્મ, (૨) ઈશાન, (૩) સનસ્કુમાર, (૪) માહેન્દ્ર, (૫) બ્રહ્મલોક, (૬) લાન્તક, (૭) મહાશુક્ર, (૮) સહસાર, (૯) આનત, (૧૦) પ્રાણત, (૧૧) આરણ, (૧૨) અશ્રુત, (૧૩) રૈવેયક, વિમાન, (૧૪) અનુત્તર વિમાન (૧૫) ઈષપ્રાગભારા પૃથ્વી. આ ક્રમથી ઉદ્ગલોકના ક્ષેત્રોને સ્થાપિત કરવા તેને પૂર્વાનુપૂર્વી કહેવાય. ३४ से किं तं पच्छाणुपुव्वी ? पच्छाणुपुव्वी- ईसिपब्भारा जाव सोहम्मे । से तं पच्छाणुपुवी। ભાવાર્થ – પ્રશ્ન– ઉર્વલોક ક્ષેત્ર પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ઈશસ્ત્રાગભારા પૃથ્વીથી શરૂ કરી સૌધર્મ કલ્પ સુધી વિપરીત ક્રમથી ઉદ્ગલોકના ક્ષેત્રોને