________________
[ ૧૩૪ ]
શ્રી અયોગવાર સૂત્ર
३० से किं तं पच्छाणुपुव्वी ? पच्छाणुपुव्वी- सयंभुरमणे य भूए य जाव जंबुद्दीवे । से तं पच्छाणुपुव्वी । ભાવાર્થ – પ્રશ્ન– મધ્યલોકક્ષેત્ર પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– સ્વયંભૂરમણ સમુદ્ર, સ્વયંભૂરમણ દીપ, ભૂત સમુદ્ર,ભૂતદ્વીપથી લઈ જંબુદ્વીપ સુધી વિપરીત ક્રમથી દ્વીપ-સમુદ્રના સ્થાપનને મધ્યલોક ક્ષેત્ર પશ્ચાનુપૂર્વી કહેવામાં આવે છે. |३१ से किं तं अणाणुपुव्वी ?
अणाणुपुव्वी- एयाए चेव एगाइयाए एगुत्तरियाए असंखेज्जगच्छगयाएसेढीए अण्णमण्णब्भासो दुरूवूणो । से तं अणाणुपुव्वी । શબ્દાર્થ –મહેન્દ્રીય = અસંખ્યાત પર્યત. ભાવાર્થ :- પ્રશ્ન– મધ્યલોકક્ષેત્ર અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– એકથી શરૂ કરી, એક–એકની વૃદ્ધિ કરતાં અસંખ્યાત પર્યંતની રાશિને એક શ્રેણીમાં સ્થાપી, તેને પરસ્પર ગુણવાથી જે અભ્યસ્ત રાશિ આવે તેમાંથી આદિ અને અંતના બે ભંગને બાદ કરતાં જે રાશિ રહે તે રાશિ પ્રમાણ ભંગ અનાનુપૂર્વી કહેવાય છે. વિવેચન :
આ સુત્રોમાં મધ્યલોકનું વર્ણન છે. મધ્યલોકવ અસંખ્યાત દ્વીપ-સમુદ્રની બરોબર મધ્યમાં જંબુદ્વીપ છે. તે જંબૂદ્વીપ એક લાખ યોજન લાંબો પહોળો છે અને થાળી આકારે સ્થિત છે. તેના ફરતો લવણ સમુદ્ર છે. તેને ફરતો ધાતકી ખંડ છે. તત્પશ્ચાત્ કાલોદધિ સમુદ્ર અને તેને ફરતો પુષ્કર દ્વીપ છે. આમ અસંખ્યાત દ્વીપસમુદ્ર એક બીજાને વીંટળાઈને રહેલ છે. તે બધા પૂર્વ-પૂર્વના દ્વીપસમુદ્ર કરતાં બમણા વિસ્તારવાળા ચૂડીના આકારે સ્થિત છે. અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર છે. મધ્યલોકમાં અઢી ઉદ્ધાર સાગરોપમના સમય પ્રમાણ અસંખ્યાત દ્વીપ સમુદ્રો છે.
ગાથા કથિત પુષ્કરથી લઈ સ્વયંભૂરમણ સુધીના નામ દ્વીપ અને સમુદ્ર બંનેના વાચક છે અર્થાત્ તે નામવાળા દ્વીપ અને સમુદ્ર બંનેનું ગ્રહણ થાય છે. સમુદ્રોમાં પાણીનો સ્વાદઃ- (૧) લવણ સમુદ્રના પાણીનો સ્વાદ ખારો-લવણ જેવો છે. (૨) કાલોદધિ સમુદ્ર, પુષ્કરોદ સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રના પાણીનો સ્વાદ શુદ્ધ પાણી જેવો છે. (૩) વારુણોદ સમુદ્રના પાણીનો સ્વાદ વારુણી (દારૂ) જેવો છે. (૪) ક્ષીરોદ સમુદ્રના પાણીનો સ્વાદ ખીર જેવો છે. (૫)